Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો શેર કર્યો રોહિત શેટ્ટીએ

વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો શેર કર્યો રોહિત શેટ્ટીએ

31 May, 2019 03:56 PM IST | મુંબઈ

વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો શેર કર્યો રોહિત શેટ્ટીએ

રોહિત શેટ્ટી (ફાઇલ ફોટો)

રોહિત શેટ્ટી (ફાઇલ ફોટો)


સોમવાર (27મે)ની સવારે અજય દેવગણના પિતા વીરુ દેવગણનું નિધન થઇ ગયું. વેટરન એક્શન ડાયરેક્ટરના દિવંગત થવાની ખબર ફેલાતા જ બોલીવુડમાં તેમને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો શરૂ થઇ ગયો. તેમને અંતિમ વિદાય આપવા માટે ઘણાં સેલેબ્સ પણ પહોંચ્યા હતા. 30 મેના થયેલી પ્રાર્થના સભામાં પણ બોલીવુડના તમામ કલાકારો અને ફિલ્મકારોએ વીરુ દેવગણને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા, પણ એક વ્યક્તિને બધાની નજર શોધી રહી હતી. તે છે રોહિત શેટ્ટી.

રોહિત, એજયનો ઘણો સારો મિત્ર માનવામાં આવે છે અને તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેથી જ દુઃખની આ ઘડીમાં તેના સામેલ થવાની આશા હતી. રોહિતે ઇન્સ્ટાગ્રામ પર વીરૂ દેવગણને સમર્પિત એક પોસ્ટ લખી છે, જેનાથી ખ્યાલ આવે છે કે પોતે અત્યારે બેંગ્કોકમાં છે, જ્યાં સૂર્યવંશીની શૂટિંગ થઇ રહી છે. રોહિતે પોતાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે રસ્તા પર કાર વચ્ચે મોટરસાઇકલ દોડાવી રહ્યો છે.




રોહિતે લખ્યું છે કે, "બાળકોને હીરો બનાવવામાં એક સારા પિતાની મોટી ભૂમિકા હોય છે. 16 વર્ષની ઉંમરમાં સ્ટંટ કરવાનું શરૂ કરી દીધું હતું, હવે 45 વર્ષમાં હું પણ કરી રહ્યો છું, અને જાણું છું કે સ્વર્ગમાં એક વ્યક્તિ મારી ઉપલબ્ધિઓ પર ગર્વ કરતો હશે, મારા ગુરુ અને મારા પિતા - વીરુ દેવગણ તેમણે મને બે મહત્ત્વપૂર્ણ વાતો શીખવાડી. -1. પોતાના કામ પ્રત્યે ઇમાનદાર રહો અને કામ તમારા પ્રત્યે ઇમાનદાર રહેશે. 2. કોઇપણ સ્ટંટ કરતાં પહેલા સૌથી જરૂરી બાબત છે - સુરક્ષા."


ત્યાર બાદ રોહિતે જણાવ્યું કે બેંગ્કોકમાં સૂર્યવંશી માટે અક્ષયના સ્ટંટ કરતાં પહેલા તે પોતે તેની રિહર્સલ કરી રહ્યો હતો. સાથે જ રોહિતે ચેતવણી પણ લખી કે લોકો આ સ્ટંટ કરવાનો પ્રયત્ન ન કરે. એટલે કે રોહિતે ચાલતી કાર વચ્ચે આ રીતે બાઇક ચલાવવી સ્ટંટનો ભાગ છે, જેમાં સુરક્ષિતતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વીરુ દેવગણ પ્રાર્થના સભા : અજય દેવગણની દીકરી રડવા જેવી બાબત પર થઇ ટ્રોલ

રોહિતની આ પોસ્ટ પર રણવીર સિંહ, ફરાહ ખાન, નીલ નિતિન મુકેશે પણ કમેન્ટ કરીને વખાણ કર્યા છે. જણાવીએ કે દેવગણ પરિવાર સાથે રોહિતનો સંબંધ ખૂબ જ જુનો છે. અજયની ડેબ્યૂ ફિલ્મ ફૂલ ઔર કાંટેમાં રોહિત આસિસ્ટંટ હતો.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2019 03:56 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK