આજા મેરી ગાડી મેં બૈઠ જા
રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટી ‘સર્કસ’ના સેટ પર મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, પૂજા હેગડે, જૅકલિન ફર્નાન્ડિસ, વરુણ શર્મા, જૉની લીવર, સંજય મિશ્રા, સિદ્ધાર્થ જાધવ અને વ્રજેશ હીરજી જોવા મળશે. સેટ પર રાખેલી ક્લૉન કારને રોહિતે ડ્રાઇવ કરી હતી. તેના કાર-ડ્રાઇવિંગનું શૂટિંગ રણવીર સિંહે કર્યું હતું. જોકે રોહિત એ વાતથી અજાણ હતો. વિડિયોની શરૂઆતમાં રણવીર કહી રહ્યો છે કે રોહિત આપણા દેશનો સૌથી ગંભીર સ્ટન્ટ-ડિરેક્ટર છે. વિડિયોમાં રોહિત તેને કહી રહ્યો છે કે ‘અબે તૂ શૂટ કર રહા હૈ?’ આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી કે રોહિત શેટ્ટી પોતાનું કામ ખૂબ સિરિયસલી લે છે.