Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇરફાન ખાન-રિશી કપૂરની યાદમાં રોહિત રૉયે બનાવી શૉર્ટ ફિલ્મ

ઇરફાન ખાન-રિશી કપૂરની યાદમાં રોહિત રૉયે બનાવી શૉર્ટ ફિલ્મ

05 May, 2020 07:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇરફાન ખાન-રિશી કપૂરની યાદમાં રોહિત રૉયે બનાવી શૉર્ટ ફિલ્મ

ઇરફાન ખાન-રિશી કપૂરની યાદમાં રોહિત રૉયે બનાવી શૉર્ટ ફિલ્મ


છેલ્લા થોડા દિવસો મનોરંજન-જગત માટે કપરા સાબિત થયા છે. બે દિગ્ગજ અભિનેતાઓ ઇરફાન ખાન અને રિશી કપૂરનું નિધન થવાથી આખા દેશને ઝટકો લાગ્યો છે. સિનેચાહકો અને બૉલીવુડ ઉપરાંત ટીવી-કલાકારોએ પણ સોશ્યલ મીડિયા પર પોતાની વેદના વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

જાણીતા અભિનેતા રોહિત રૉયે પત્ની માનસી જોષી સાથે એક શૉર્ટ ફિલ્મ બનાવીને ઇરફાન ખાન અને રિશી કપૂરને ટ્રિબ્યુટ આપી છે. ‘પલ ઃ મેમરીઝ ધેટ લાસ્ટ અ લાઇફટાઇમ’ નામની આ શૉર્ટ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરીને રોહિત રૉયે લખ્યું છે, ‘બહુ જલદી રિલીઝ થશે તમારા નજીકના મોબાઇલની સ્ક્રીન પર!’ જોકે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ રોહિતે જણાવ્યું નથી. ‘પલ’ને રોહિતે પોતે ડિરેક્ટ કરી છે અને કર્મા મોશન પિક્ચર્સે પ્રોડ્યુસ કરી છે. રોહિત ટેલિવિઝન-જગતનું જાણીતું નામ છે જેણે ‘વારિસ’, ‘સ્વાભિમાન’, ‘દેસ મેં નિકલા હોગા ચાંદ’ જેવી સિરિયલ ઉપરાંત, ‘કાંટે’, ‘ફૅશન’, ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’, ‘કાબિલ’ વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2020 07:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK