Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનના કોપ બેઝ્‍ડ શોમાં રોહિત ચૌધરી પોલીસની રક્ષા કરશે

સલમાન ખાનના કોપ બેઝ્‍ડ શોમાં રોહિત ચૌધરી પોલીસની રક્ષા કરશે

06 November, 2019 11:01 AM IST | Ahmedabad

સલમાન ખાનના કોપ બેઝ્‍ડ શોમાં રોહિત ચૌધરી પોલીસની રક્ષા કરશે

રોહિત ચૌધરી

રોહિત ચૌધરી


સલમાન ખાન અત્યારે કલર્સ ટીવી પર ચાલી રહેલા ‘બિગ બૉસ’માં દબંગાઈ કરી રહ્યો છે. ત્યાર પછી તે તથા બન્નિજય એશિયા પ્રોડક્શન હાઉસ સાથે મળીને સોની ટીવી પર નવો શો રજૂ કરશે, જેનું અત્યારે નામ ‘સ્પેશ્યલ ઑપરેશન ટીમ’ રાખવામાં આવ્યું છે. પોલીસ-બેડા પર આધારિત આ શોમાં પૂજા ગોર, ભાનુજિત સુદન, કેવલ દાસાની, મનીષ ચૌધરી, ગશ્મિર મહાજની, કુણાલ પંત અને અસ્મિતા જગ્ગા સહિતના કલાકારોને સાઇન કરવામાં આવ્યા છે.

આ શોમાં હવે ‘માયા 3’ અને ‘વિઘ્નહર્તા ગણેશ’માં દેખાયેલો રોહિત ચૌધરી પણ મહત્ત્વના રોલમાં દેખાવાનો છે. કહેવાઈ રહ્યું છે કે તે આ શોમાં ડૉક્ટર કુણાલનું પાત્ર ભજવશે, જે સામાન્ય લોકોની રક્ષા કરતા પોલીસની રક્ષા કરવાનું કામ કરશે. સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન માટે ‘ધ કપિલ શર્મા’ શો બાદ સલમાન ખાન આ બીજો શો પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે. આ શોમાં દેશમાં થતા કોઠાકબાડા અને ભ્રષ્ટાચાર પર ફોકસ કરવામાં આવશે.



આ પણ વાંચો : જાણો તિગ્માંશુ ધુલિયાની નવી વેબ-સિરીઝ આઉટ ઑફ લવ વિશે


‘સ્પેશ્યલ ઑપરેશન’ની ઇન્વેસ્ટિગેશન ટીમ આ પ્રશ્નોનો ઉકેલ લાવશે. આ ઇન્વેસ્ટિગેશન ટીમના ભાગરૂપે રોહિત ચૌધરી સહિતના કલાકારો કામ કરતા દેખાશે. આ નૉન-ફિક્શન સિરીઝમાં ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ તથા ‘રૉકેટ સિંહ : સેલ્સમૅન ઑફ ધ યર’માં દેખાયેલો અભિનેતા મનીષ ચૌધરી નેગેટિવ રોલમાં દેખાશે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2019 11:01 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK