હૃતિક ફરી બન્યો વિશ્વનો સેક્સીએસ્ટ એશિયન મૅન

Published: 11th December, 2014 05:26 IST

બ્રિટનના વીકલી ન્યુઝપેપરના રેટિંગમાં રણબીર કપૂર આઠમા અને સલમાન ખાન ૧૦મા નંબરેજ્યારે વિરાટ કોહલીનો તો છેક ૩૮મો નંબરે આવ્યો
ઍક્ટર હૃતિક રોશન છેલ્લાં ચાર વર્ષમાં ત્રીજી વાર વર્લ્ડનો ‘સેક્સીએસ્ટ એશિયન મૅન’ બન્યો છે. બ્રિટનના વીકલી ન્યુઝપેપર ‘ઈસ્ટર્ન આય’ની ‘૫૦ સેક્સીએસ્ટ એશિયન મેન ઇન ધ વર્લ્ડ’ની ૧૧મી યાદીમાં તે વોટિંગ દ્વારા અવ્વલ ચૂંટાયો છે. જોકે ૪૦ વર્ષનો હૃતિક ગયા વર્ષે આ તાજ નહોતો મેળવી શક્યો, પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં ત્રીજી વાર વિજેતા બન્યો છે.
ગઈ કાલે આ રેટિંગ રિલીઝ કરાયું એમાં ટીવી-ઍક્ટર કુશલ ટંડન આ વર્ષે રનર-અપ જાહેર થયો એ આશ્ચર્યજનક રહ્યું; જ્યારે ગયા વર્ષનો વિનર અલી ઝફર આ યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે.

ટીવી-સ્ટાર વિવિયન ડી’સેના પહેલી વાર ટૉપ ટેનમાં ચોથા નંબરે પહોંચ્યો હતો. આ રેટિંગમાં ઍક્ટર ફવાદ ખાન સાતમો અને ટૉપ ટેનમાં અન્ય જાણીતા સ્ટાર્સમાં શાહિદ કપૂર પાંચમો, બારુન સોબતી છઠ્ઠો, રણબીર કપૂર આઠમો અને સલમાન ખાન દસમા ક્રમે રહ્યો હતો.

ટૉપ ફિફ્ટીમાં એકમાત્ર સ્ર્પોટ્સમૅન ક્રિકેટર વિરાટ કોહલી ૩૮મા નંબરે રહ્યો છે; જ્યારે અન્ય જાણીતા ફિલ્મી ચહેરાઓમાં શાહરુખ ખાન ૧૩મા, સિદ્ધાર્થ મલ્હોત્રા ૧૫મા, અજુર્ન કપૂર ૧૮મા, રણવીર સિંહ બાવીસમા, સિંગર અજુર્ન ૩૧મા, આતિફ અસલમ ૪૦મા અને સુરિયા ૫૦મા સ્થાને આવ્યા છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK