Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાગી 3 માં રિતેશ દેશમુખ અને ટાઇગર શ્રોફના સાથે જોવા મળશે

બાગી 3 માં રિતેશ દેશમુખ અને ટાઇગર શ્રોફના સાથે જોવા મળશે

12 June, 2019 07:59 PM IST | મુંબઈ

બાગી 3 માં રિતેશ દેશમુખ અને ટાઇગર શ્રોફના સાથે જોવા મળશે

રિતેશ દેશમુખ અને ટાઇગર શ્રોફ

રિતેશ દેશમુખ અને ટાઇગર શ્રોફ


મુંબઇ : બોલીવુડકના જાણીતા ડિરેક્ટર સાજીદ નડિયાદવાલાની બાગીફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ બાઘી 3’ હાલ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. હવે આ ફિલ્મમાં રિતેશ દેશમુખની પણ એન્ટ્રી થઇ ગઈ છે. રિતેશ દેશનુખ (Riteish Deshmukh) ફિલ્મમાં ટાઇગર શ્રોફ (Tiger Shroff) ના મોટા ભાઈના રોલમાં જોવા મળશે અને તે ફિલ્મનો વિલીન પણ છે. શ્રદ્ધા કપૂરે રિતેશને ટીમમાં આવકારતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ખૂબ ઉત્સાહિત છું રિતેશ સાથે એક વિલીન બાદ ફરી રિબેલ બનવા માટે. લેટ્સ ડુ ધીસ, બાગી 3.’





અહમદ ખાન ફિલ્મને ડિરેક્ટ કરશે


બાગી 3 એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહમદ ખાન ડિરેક્ટ કરવાના છે. પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા આ ફિલ્મને મોટા બજેટ પર બનાવવા માગે છે. થોડા સમય પહેલાં ડિરેક્ટર જ્યોર્જિયામાં ફિલ્મના શૂટિંગ લોકેશન શોધવા માટે ગયા હતા. આ ફિલ્મથી શ્રદ્ધા અને રિતેશ બીજીવાર સાથે કામ કરશે. જ્યારે રિતેશ અને ટાઇગર પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરશે. સાજીદ નડિયાદવાલાએ જણાવ્યું કે, ‘રિતેશ પહેલેથી મારી હાઉસફુલ ફ્રેન્ચાઇઝીનો હિસ્સો હતો જ અને હવે તે બાગીમાં પણ જોડાઈ ગયો. આ ફિલ્મ મારી અને રિતેશની હે બેબી અને હાઉસફુલના ચાર ભાગ બાદ સાથે છઠ્ઠી ફિલ્મ છે.

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 07:59 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK