Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પિતાના જન્મદિવસે રિતેશ દેશમુખે શૅર કર્યો ખાસ વીડિયો, ચાહકો પણ થયા ભાવુક

પિતાના જન્મદિવસે રિતેશ દેશમુખે શૅર કર્યો ખાસ વીડિયો, ચાહકો પણ થયા ભાવુક

26 May, 2020 04:45 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પિતાના જન્મદિવસે રિતેશ દેશમુખે શૅર કર્યો ખાસ વીડિયો, ચાહકો પણ થયા ભાવુક

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ


અભિનેતા રિતેશ દેશમુખ ટિકટૉક પર ઘણાં એક્ટિવ છે. રિતેશ મોટા ભાગે કોઇક ને કોઇક વીડિયો શૅર કરતાં હોય છે. રિતેશનો ફની અને રોમાન્ટિક અંદાજ તો ચાહકોને ગમે જ છે. પણ આજે રિતેશે જે વીડિયો શૅર કર્યો છે તેના થકી માત્ર તે પોતે જ નહીં પણ તેમના ચાહકો પણ ભાવુક થઈ ગયા છે.

રિતેશ દેશમુખે પહેલીવાર કોઇક ઇમોશનલ વીડિયો બનાવ્યો છે અને વીડિયો જોતા ખ્યાલ આવે છે કે તે પિતા વિલાસરાવ દેશમુખને ખૂબ જ મિસ કરી રહ્યા છે. હકીકતે, આજે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને અબિનેતા રિતેશ દેશમુખના પિતા વિલાસરાવ દેશમુખનો જન્મદિવસ છે. આ અવસરે રિતેશ દેશમુખે જાણે પિતા તેમની સામે હાજર છે તેવો વીડિયો બનાવીને તેમને યાદ કર્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જો વિલાસરાવ હાજર હોત તો કેવી રીતે રિતેશ દેશમુખના માથે હાથ ફેરવ્યો હોત.



રિતેશ દેશમુખે વીડિયોમાં હેંગરમાં મૂકાયેલા પોતાના પિતાના કુર્તા-જેકેટ પાસે જાય છે તેમાંથી હાથ નાખીને એ રીતે વીડિયો શૂટ કરે છે, જાણે તેમને પિતા વિલાસરાવ પંપાળી રહ્યા છે. આ વીડિયો દ્વારા રિતેશ દેશમુખે પિતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. વીડિયોમાં છેલ્લે રિતેશના પિતા વિલાસરાવ દેશમુખની તસવીર આવે છે.


વીડિયો શૅર કરતાં રિતેશ દેશમુખે ખૂબ જ ઇમોશનલ કૅપ્શન આપતા લખ્યું છે કે, "હેપ્પી બર્થડે પાપા. મિસ યૂ એવરી ડે #VilasraoDeshmukh75."


આ વીડિયો હજારો લોકોએ જોઇ લીધો છે અને કોમેન્ટમાં વિલાસરાવ દેશમુખને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે.

નોંધનીય છે કે રિતેશ દેશમુખના પિતા દિગ્ગજ નેતા રહી ચૂક્યા અને તેમના ભાઈ હજી પણ રાજકારણમાં છે. તો રિતેશ દેશમુખના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની છેલ્લી ફિલ્મ હાઉસફુલ 4 અને મરજાંવા હતી, બન્નેને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 04:45 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK