રિતેશ દેશમુખે ટિકટૉક પર બનાવ્યો અટપટો વીડિયો, લોકોએ કહ્યું, આ બંધ કરો...

Published: May 22, 2020, 14:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

તાજેતરમાં જ રિતેશ દેશમુખે ઇન્સ્ટાગ્રામ પર વધુ એક ફની ટિકટૉક વીડિયો શૅર કર્યો છે જે ખૂબ જ અજીબ છે. આ વીડિયોમાં રિતેશ, ટિકટૉકના ખૂબ જ જાણીતાં મ્યૂઝિકને રીક્રિએટ કરે છે.

રિતેશ દેશમુખે શૅર કર્યો અજીબ વીડિયો
રિતેશ દેશમુખે શૅર કર્યો અજીબ વીડિયો

બોલીવુડ એક્ટ્રેસ રિતેશ દેશમુખ હાલ મુંબઇમાં પોતાના પરિવાર સાથે ક્વૉરંટાઇન છે. દરમિયાન તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે. રિતેશ અમે જેનિલિયા સતત પોચાના ઇન્સ્ટાગ્રામ પર ફની ટિકટૉક વીડિયો શૅર કરતાં રહે છે. આ દરમિયાન તાજેતરમાં જ રિતેશ દેશમુખે ઇન્સ્ટાગ્રામ પર વધુ એક ફની ટિકટૉક વીડિયો શૅર કર્યો છે જે ખૂબ જ અજીબ છે. આ વીડિયોમાં રિતેશ, ટિકટૉકના ખૂબ જ જાણીતાં મ્યૂઝિકને રીક્રિએટ કરે છે.

 
 
 
View this post on Instagram

Fun in the times of corona. #headwalks

A post shared by Riteish Deshmukh (@riteishd) onMay 20, 2020 at 7:18am PDT

વીડિયોમાં દેખાય છે કે મ્યૂઝિક શરૂ થતાં જ રિતેશ પગથિયા પર બેસી જાય છે. થોડી વારમાં જ તેનું માથું અલગ થવા લાગે છે અને પગથિયા પરથી નીચે ખસવા લાગે છે. રિતેશના આ વીડિયોને લોકો ફની કહી રહ્યા છે, તે કેટલાકે તેને ટિકટૉક વીડિયો ડિલીટ કરવાની માગ કરી છે. જો કે, રિતેશનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Love in Lockdown @geneliad ..... favourite song from Saajan.... @madhuridixitnene @duttsanjay

A post shared by Riteish Deshmukh (@riteishd) onApr 12, 2020 at 10:39pm PDT

આમ તો રિતેશ આ પહેલા પણ ઘણાં ટિકટૉક વીડિયો બનાવી ચૂક્યા છે. મોટાભાગના વીડિયોમાં તેમની પત્ની જેનિલિયા તેમની સાથે હોય છે.

 
 
 
View this post on Instagram

Happy Birthday Dearest @ajaydevgn Some isolation humour with @geneliad on one of your songs- have a great one my brother

A post shared by Riteish Deshmukh (@riteishd) onApr 2, 2020 at 4:58am PDT

ઉલ્લેખનીય છે કે ટિકટૉક એપ હાલ વિવાદોમાં સંકળાયેલી છે. ભારચમાં આ ફરી બૅન કરવાની માગ કરવામાં આવી રહી છે. હકીકતે, ફૈઝલ સિદ્દીકી નામના એક ટિકટૉક યૂઝરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે છોકરીના ચહેરા પર કંઇક ફેંકતો દેખાય છે. ફૈઝલનો આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે. લોકોએ ફૈઝલ પર ભડાસ કાઢી અને ટિકટૉક બૅન કરવાની માગ કરી છે. આ બધાં પછી ફૈઝલનું અકાઉન્ટ પણ બૅન કરી દેવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK