દંગલ ચૅનલના શો ‘એ મેરે હમસફર’માં ઇમરતીના રોલમાં જોવા મળતી રુશિના કંધારીને સામાન્ય રીતે પાર્ટીઓ ગમતી હોય છે, પણ આ વર્ષે તેણે નવા વર્ષની પાર્ટી કરવાને બદલે કે પછી ઘરે બધા ફ્રેન્ડ્સને બોલાવવાને બદલે સાવ જુદી જ રીતે ૨૦૨૧ના આગમનને વધાવ્યું. રુશિષિના ક્રિસમસ પર પગોડા ગઈ અને વિપશ્યનામાં રહીને આવી. રુશિના કહે છે, ‘ફૅમિલી સાથે પહેલાં નેચરોપથી સેન્ટરમાં ગઈ અને એ પછી મેં માત્ર જાત સાથે રહેવાના હેતુથી વિપશ્યનામાં જવાનું નક્કી કર્યું. આ મારો એકદમ જુદા જ પ્રકારનો અનુભવ હતો. આધ્યાત્મિક, ભાવનાત્મક અને શારીરિક એમ ત્રણ રીતે હું એનર્જી લઈને હવે આવી છું. વિપશ્યના દરમ્યાન મેં અનેક સવાલ મારી જાતને પૂછ્યા તો સાથોસાથ વિપશ્યનામાં મેં એ સવાલના જવાબો મેળવવાની કોશિશ પણ કરી. આપણે શું કરીએ છીએ અને શું એ કરવું આપણને ગમે છે કે નહીં એ બે સવાલ સૌથી મહત્ત્વના છે, જે આપણે આપણી જાતને અમુક સમયાંતરે પૂછતા રહેવા જોઈએ.’
રુશિના કંધારી પગોડામાં વિપશ્યના દરમ્યાન મોબાઇલ પણ સાથે લઈ નહોતી ગઈ, જેને લીધે નવા વર્ષની બેસ્ટ વિશીઝ ન તો તેણે કોઈને આપી કે ન તો તે કોઈની બેસ્ટ વિશીઝ લઈ પણ શકી.
ફૉરએવરવાલી લવ-સ્ટોરી
24th January, 2021 14:45 ISTવરુણ-નતાશાનાં લગ્નના વેન્યુમાં મોબાઇલ પર બૅન
24th January, 2021 14:42 ISTસ્ક્રીન પર કેટલા સમય આવો છો એ મહત્ત્વનું નથી, લોકો પર કેટલી અસર છોડો છો એ જરૂરી છે
24th January, 2021 14:39 ISTD કંપનીમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી: રામગોપાલ વર્મા
24th January, 2021 14:37 IST