Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનીની લત લાગી ઇમરતીને

રાજસ્થાનીની લત લાગી ઇમરતીને

16 September, 2020 09:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનીની લત લાગી ઇમરતીને

રિશિકા કંધારી

રિશિકા કંધારી


દંગલ ચૅનલની રાજસ્થાની બૅકડ્રૉપ સાથેની સિરિયલ ‘અય મેરે હમસફર’માં ઇમરતીનું રાજસ્થાની પુત્રવધૂનું કૅરૅક્ટર કરતી રિશિકા કંધારીને એટલી હદે આ કૅરૅક્ટરનો રંગ લાગ્યો છે કે હવે તે સેટ પર જ નહીં, પોતાના ઘરમાં પણ રાજસ્થાનીમાં જ વાત કરે છે. બન્યું એવું છે કે રિશિકાના આ રાજસ્થાની રંગને કારણે હવે તો તેની ફૅમિલીમાં પણ સૌકોઈ આછીપાતળી રાજસ્થાની સમજતા થઈ ગયા છે. રિશિકા કહે છે, ‘શરૂઆતમાં મેં કૅરૅક્ટર માટે રાજસ્થાની જબાન પર ભાર મૂક્યો હતો, પણ પછી મને એ બોલી એટલી ગમવા માંડી કે હું રૂટીનમાં પણ એનો ઉપયોગ કરવા માંડી અને હવે આદત પડી ગઈ છે.’

રિશિકા કંધારીએ રાજસ્થાની ગીતોનું એક પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે, જે ગીતો સતત તેના મેકઅપ-રૂમથી માંડીને ગાડીમાં અને ઘરમાં પણ એ જ વાગતાં રહે છે. રિશિકા કહે છે કે ‘રાજસ્થાની ફોકની એક મજા છે. એ ગીતોમાં પ્રેમ છે અને એ ગીતોમાં લાગણી પણ એવી રીતે જોડાયેલી છે કે એ તમને પોતાના કરી મૂકે.’



‘હમ દિલ દે ચૂકે સનમ’નું ‘નિંબુડા... નિંબુડા...’ સૉન્ગ રાજસ્થાની ફોક હતું એની ભાગ્યે જ કોઈને ખબર હશે, પણ રિશિકાએ આ શોધી કાઢ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2020 09:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK