રિશી કપૂરને ન્યુ યૉર્કમાં મળવા માટે પહોંચ્યાં સુનીલ શેટ્ટી અને માના શેટ્ટી

Published: Aug 19, 2019, 11:11 IST | ન્યુ યૉર્ક

સુનીલ શેટ્ટી વાઇફ માના શેટ્ટી સાથે રિશી કપૂરને મળવા માટે ન્યુ યૉર્ક પહોંચી ગયાં છે.

રિશી કપૂરને ન્યુ યૉર્કમાં મળવા પહોંચ્યાં સુનીલ શેટ્ટી અને માના શેટ્ટી
રિશી કપૂરને ન્યુ યૉર્કમાં મળવા પહોંચ્યાં સુનીલ શેટ્ટી અને માના શેટ્ટી

સુનીલ શેટ્ટી વાઇફ માના શેટ્ટી સાથે રિશી કપૂરને મળવા માટે ન્યુ યૉર્ક પહોંચી ગયાં છે. રિશી કપૂર ત્યાં ઘણા સમયથી કૅન્સરની સારવાર લઈ રહ્યા છે. તેઓ હવે કૅન્સર-ફ્રી બની ગયા છે અને હાલમાં ઑબ્ઝર્વેશન હેઠળ છે. સારવાર દરમ્યાન નીતુ કપૂર સતત તેમની પડખે ઊભાં છે. ઘરે પાછા ફરવા માટે રિશી કપૂરની આતુરતા વધી રહી છે. બૉલીવુડમાંથી અનેક સેલિબ્રિટીઝ તેમને મળવા માટે જાય છે. તેમની સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘થૅન્ક યુ સુનીલ અને માના શેટ્ટી. તમે બન્ને હીરા જેવાં છો. તમારા પર ભગવાનની કૃપા રહે. તમને ભરપૂર પ્રેમ.’

આ પણ વાંચો : મિશન મંગલમાં કામ કરતી વખતે કદી પણ ઍક્ટ્રેસિસ વચ્ચે કૅટફાઇટ નથી થઈ : વિદ્યા

રિશી કપૂર હેરકટ કરવા ગયા તો સલૂનમાં વાગવા લાગ્યું ‘મૈં શાયર તો નહીં’

રિશી કપૂર ન્યુ યૉર્કના એક સલૂનમાં હેરકટ કરવા ગયા તો ત્યાંનો એક રશિયન તેમને ઓળખી જતાં ‘મૈં શાયર તો નહીં’ ગીત વગાડ્યું હતું. ૧૯૭૩ની ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી રિશી કપૂરની પહેલી ફિલ્મ ‘બૉબી’નું આ ગીત છે. રાજ કપૂરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ દ્વારા ડિમ્પલ કાપડિયા અને રિશી કપૂરે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સલૂનનો એ વિડિયો ટ્‍‍વિટર પર શૅર કરીને રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘હું હેરકટ કરવા માટે સલૂનમાં ગયો હતો જ્યાં મારું ફેવરિટ ગીત વાગવા લાગ્યું હતું. એક રશિયન મને ઓળખી ગયો અને તે‌ણે નોટબુક પર આ ગીત વગાડ્યું હતું. થૅન્ક યુ સર્ગી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK