Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂયોર્કમાં વાળ કપાવવા પહોચેલા ઋષિ કપૂરની યાદો આ રીતે થઈ તાજા

ન્યૂયોર્કમાં વાળ કપાવવા પહોચેલા ઋષિ કપૂરની યાદો આ રીતે થઈ તાજા

17 August, 2019 05:23 PM IST |

ન્યૂયોર્કમાં વાળ કપાવવા પહોચેલા ઋષિ કપૂરની યાદો આ રીતે થઈ તાજા

ન્યૂયોર્કમાં વાળ કપાવવા પહોચેલા ઋષિ કપૂરની યાદો આ રીતે થઈ તાજા


બોલીવુડના દિગ્ગજ સ્ટાર ઋષિ કપૂર છેલ્લા ઘણા સમયથી ન્યૂયોર્કમાં છે. ઋષિ કપૂર કેન્સરની ટ્રીટમેન્ટ માટે છેલ્લા 11 મહિનાથી ન્યૂયોર્કમાં છે. ઋષિ કપૂર સતત તેમની તસવીરો અને વીડિયોઝ દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે જ્યારે ઋષિ કપૂરનો મજેદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એટલો જોરદાર છે જેને ઋષિ કપૂર શૅર કરવાથી રહી શક્યા નહી. ઋષિ કપૂર હાલમાં જ ન્યૂયોર્કની એક સલૂનમાં ગયા હતા જ્યાં ખાસ અંદાજમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.




ઋષિ કપૂર વાળ કપાવવા સલૂન પહોંચ્યા ત્યારે તે પણ આશ્ચર્યમાં પડી ગયા. સલૂનમાં તેમના એક રશિયન ફેન ઋષિ કપૂરને ઓળખીને 'મે શાયર તો નહી' ગીત શરૂ કરી દીધુ. ઋષિ કપૂરે આ પળને કેમેરામાં કેદ કરી હતી અને તેના ટ્વિટર હેન્ડલ પર શૅર કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, સલૂનમાં 'મે શાયર તો નહી' ગીત વાગી રહ્યું છે અને રશિયન ફેન ઋષિ કપૂરના ફોટોઝ ક્લિક કરી રહ્યા છે.

આ પણ વાંચો: ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ


ઋષિ કપૂરે વીડિયો શૅર કરતા કેપ્શન આપ્યું હતું કે, વાળ કપાવવા દરમિયાન સલૂનમાં મારૂ ગીત વગાડવામાં આવ્યું એક રુસી ફેનએ મને ઓળખ્યો અને તેણે આ ગીત વગાડ્યું થેન્ક યુ.' 'મે શાયર તો નહી' ગીત 1973માં રિલીઝ થયેલી ફિલ્મ 'બોબી'નું છે. ફિલ્મ 'બોબી' સાથે જ ઋષિ કપૂરે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં ઋષિ કપૂર સાથે ટ્વિંકલ ખન્નાએ પણ ડેબ્યૂ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 05:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK