Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળપણનો કોકા કોલા પીતી વેળાનો ફોટો શૅર કર્યો રિશી કપૂરે

બાળપણનો કોકા કોલા પીતી વેળાનો ફોટો શૅર કર્યો રિશી કપૂરે

15 November, 2019 10:41 AM IST | Mumbai

બાળપણનો કોકા કોલા પીતી વેળાનો ફોટો શૅર કર્યો રિશી કપૂરે

રિશી કપૂરના બાળપણનો ફોટો

રિશી કપૂરના બાળપણનો ફોટો


રિશી કપૂરે ગઈ કાલે ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે કોકા કોલા પીતી વખતનો બાળપણનો એક ફોટો શૅર કર્યો છે. આ બાળપણના ફોટોમાં તેમની સાથે બોની કપૂર, અનિલ કપૂર, કઝિન આદિત્ય રાજ કપૂર અને પ્રોડ્યુસર ટુટુ શર્મા પણ જોવા મળી રહ્યા છે. આ બધાએ માથા પર બર્થ-ડે પાર્ટી કૅપ પહેરી છે. સૌકોઈ કોકા કોલા પીવામાં વ્યસ્ત છે. અનિલ કપૂર એક ખૂણામાં બેઠેલો દેખાઈ રહ્યો છે. રિશી કપૂર તેના ફ્રેન્ડના હાથમાંથી કંઈક ઝૂંટવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘આ કોકા કોલાની ઓરિજિનલ ઍડ્વર્ટાઇઝમેન્ટ છે. બોની કપૂર, આદિત્ય કપૂર, રિશી કપૂર, ટુટુ શર્મા અને ક્યુટ અનિલ કપૂર (ફોટો કર્ટસી ખાલિદ મોહમ્મદ).’
આ ફોટો પર રિપ્લાય આપતાં અનિલ કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘તમે ઓરિજિનલ ટ્રેન્ડ સેટર્સ છો. કોકા કોલા પીવું મહત્ત્વનું કામ હતું. સૌએ પહેરેલી કૂલ પાર્ટી હૅટ્સ જુઓ.’


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 10:41 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK