શાહરુખ ખાનના જન્મદિવસે ઋષિ કપૂરે લખ્યો ભાવુક સંદેશ

Published: Nov 03, 2019, 19:17 IST | મુંબઈ ડેસ્ક

શાહરુખ ખાનના પહેલા સ્ટાર અને મિત્ર ઋષિ કપૂરે કિંગ ખાને જન્મદિવસની આ વધામણી આપી અને ખુશી દર્શાવી. આ બન્ને સ્ટાર્સે પહેલી વાર સાથે ફિલ્મ દીવાનામાં કામ કર્યું હતું, જે 1992માં રિલીઝ થઈ હતી.

ભલે શાહરુખ ખાનનો જન્મ દિવસ પૂરો થઈ ગયો હતો પણ સેલિબ્રેશન હજી પણ ચાલું છે. બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાને 2 નવેમ્બરના પોતાનો 54મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસરે શાહરુખના ચાહકો તેના ઘર મન્નતમાં તેને વધામણી આપવા પહોંચ્યા. ચાહકો સિવાય બંગાળના મુખ્યમંત્રી બેનર્જીએ પણ શાહરુખને જન્મદિવસની વધામણી આપી.

બોલીવુડ સેલેબ્સ વચ્ચે શાહરુખ ખાનના જન્મદિવસનો ઉત્સાહ જોવા મળ્યો. કરણ જોહરથી લઈને સલમાન ખાન અને કેટલાય અન્ય સેલેબ્સે શાહરુખ ખાનને તેના ખાસ દિવસ પર ઘણો બધો પ્રેમ અને વધામણીઓ પાઠવી. સોશિયલ મીડિયા પર બધાની પોસ્ટ શાહરુખના નામથી ભરાયેલી હતી. એટલું જ નહીં આઇકોનિક બુર્ઝ ખલિફા પણ શાહરુખ ખાનના નામથી ઝળહળી ઉઠ્યું હતું.

 
 
 
View this post on Instagram

Thank you all for making my birthday so special. Love you always...

A post shared by Shah Rukh Khan (@iamsrk) onNov 2, 2019 at 8:01am PDT

શાહરુખ ખાને બુર્ઝ ખલીફાના આ યાદગાર ક્ષણનો વીડિયો શૅર કરતાં બધાંનો આભાર માન્યો. તેના થોડાંક સમય પછી જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. શાહરુખના પહેલા સ્ટાર અને મિત્ર ઋષિ કપૂરે પણ ટ્વિટર આ વીડિયો શૅર કરતાં કિંગ ખાનને જન્મદિવસની વધામણી આપી અને ખુશી દર્શાવી. આ બન્ને સ્ટાર્સ પહેલી વાર સાથે ફિલ્મ દીવાનામાં કામ કર્યું હતું, જે 1992માં રિલીઝ થઈ હતી.

ઋષિ કપૂરે વીડિયો શૅર કરતાં લખ્યું કે, "શાહરુખે પોતાના શરૂઆતના દિવસોમાં પોતાનું કરિઅર મારી સાથે ફિલ્મ દીવાનામાં કામ કરીને શરૂ કર્યું. હવે મને તેની સફળથા જોતાં ખુશી અને ગર્વ થાય છે. તું ભારતને ગૌરવ અપાવે, શાહરુખ. (સારું થયુંને ગૌરી ઉપરવાળાએ તારી ન સાંભળી) જન્મદિવસની શુભેચ્છાઓ."

પોતાના જન્મદિવસના અવસરે શાહરુખે પોતાના ફેનક્લબ સાથે મુલાકાત કરી અને જન્મદિવસનું કેક કાપ્યું. સાથે જ શાહરુખે પોતાના આગામી પ્રૉજેક્ટ્સ વિશે વાત પણ કરી. તેણે જણાવ્યું કે તે કોઇપણ ફિલ્મ શૂટ કરશે ત્યારે તેની માહિતી શૅર કરશે. શાહરુખે એ પણ જણાવ્યું કે તેનો મોટો દીકરો આર્યન ઇચ્છે છે કે તે એક સારી ફિલ્મ કરે.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

તેણે કહ્યું કે, "આર્યને મને કહ્યું કે હું અને સુહાના કુછ કુછ હોતા હૈ અને દિલવાલે દુલ્હનિયા લે જાએંગે જોઈને મોટા થાય છીએ. પણ અબરામને તમારી એક મોટી ફિલ્મ જોવાની જરૂર છે, જેનાથી તેને લાગે તે મારા પિતા કેટલા મોટા એક્ટર છે. તો હું તે કરવાના પ્રયત્નમાં છું. હું કમર્શિયલ સિનેમામાં બેસ્ટ પાત્ર ભજવવાની તૈયારીમાં છું."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK