પરદેશમાં રોટલી માટે તરસ્યા ઋષિ કપૂર, શેર કર્યો ભાવુક સંદેશ

Published: Jul 22, 2019, 12:42 IST | મુંબઈ ડેસ્ક

ઋષિ કપૂરે આ પહેલા પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પોતાના ઘરને કેટલું મિસ કરે છે.

ઋષિ કપૂર
ઋષિ કપૂર

બોલીવુડના જાણીતાં અભિનેતા ઋષિ કપૂર હાલ અમેરિકામાં છે. જ્યાં તે લગભગ 9 મહિના પહેલાં કેન્સરની સારવાર કરાવવા ગયા છે. રિપોર્ટ્સ પ્રમાણે, ઋષિ કપૂર હવે તંદુરસ્ત થઈ ગયા છે અને ઘરે આવવાની તૈયારીમાં વ્યસ્ત છે. દરમિયાન તેમની એક એવી તસવીર સામે આવી છે, જેનાથી અંદાજો આવી જશે કે ઋષિ કપૂર પોતાના ઘરને કેટલું યાદ કરે છે.

સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ ઋષિ કપૂરે એક પોસ્ટ કરી છે, જેમાં તે અભિનેતા અનુપમ ખેર સાથે લંચ ટેબલ પર બેઠેલા દેખાય છે. પત્ની નીતૂ કપૂર પણ છે. જમવાનું તૈયાર છે અને ઋષિના હાથમાં તવા પર શેકાયેલી ફુલ્કા રોટલી છે. આ ફુલ્કાને હાથમાં લીધેલા ઋષિ કપૂરના ચહેરા પર તેની ખુશીની જુદી જ ઝલક દેખાય છે. તેણે આ બાબતનો ઉલ્લેખ પોતાના કૅપ્શનમા પણ કર્યો છે - અનુપણ ખેરના અપાર્ટમેન્ટ પર લન્ચ. ઘણાં લાંબા સમય પછી લોટના ફુ્લ્કા મળ્યા. આ વ્યક્તિએ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે.

અનુપમ ખેર પણ હાલ ન્યૂયોર્કમાં છે, જ્યાં તે એક અમેરિકન ટીવી શોના આગામી સીઝનની શૂટિંગ કરી રહ્યા છે. અનુપમ ઋષિ કપૂરને આ પહેલા પણ મળવા જતાં રહ્યા છે. અનુપમે આ લંચ વિશે લખ્યું છે કે, "નીતૂજી અને ઋષિ કપૂરને લંચ પર બોલાવીને ખુશ છું, જેમ કે નીતૂજીએ કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે ન્યૂયોર્કમાં આવી રીતે લંચ પર મળશું. પણ, હું હંમેશા કહેતો હોઉં છું કે કંઇ પણ શક્ય છે. દત્તૂ તેમની માટે જમવાનું બનાવીને ખૂબ જ ખુશ હતો."

આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

ઋષિ કપૂરે આ પહેલા પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તે પોતાના ઘરને કેટલું મિસ કરે છે. ચર્ચા એવી છે કે ઋષિ કપૂર સપ્ટેમ્બરમાં પાછા આવી શકે છે અને પોતાની ફિલ્મોની શૂટિંગ શરૂ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK