Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Rishi Kapoor આ દશેરાના દિવસે ઓપનરની કરી ‘શસ્ત્ર પુજા’, થયો ટ્રોલ

Rishi Kapoor આ દશેરાના દિવસે ઓપનરની કરી ‘શસ્ત્ર પુજા’, થયો ટ્રોલ

09 October, 2019 05:46 PM IST | મુંબઈ ડેસ્ક

Rishi Kapoor આ દશેરાના દિવસે ઓપનરની કરી ‘શસ્ત્ર પુજા’, થયો ટ્રોલ

Rishi Kapoor આ દશેરાના દિવસે ઓપનરની કરી ‘શસ્ત્ર પુજા’, થયો ટ્રોલ


મોટાભાગના બોલીવુડ સિતારાઓએ મંગળવારે પોતાના ચાહકોને દુર્ગા પૂજા અને દશેરાની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરીને શુભેચ્છાઓ આપી હતી. પણ અભિનેતા ઋષિ કપૂર હંમેશા કઇક હટકે કરવામાં માહીર છે. ત્યારે દશેરાના દિવસે પણ તેમણે આવું જ કઇક કર્યું હતું. દશેરાના દિવસે ઋષિ કપૂરે શસ્ત્ર પૂજનને એક નવો વળાંક આપ્યો છે. તેમણે વિજયા દશમી પર 'શસ્ત્ર પૂજા' તરીકે બોટલના ઓપનરની પૂજા કરી છે. દશેરાના દિવસે હથિયારોની સફાઇ અને પૂજા કરવામાં આવે છે.

ઋષિ કપૂરે પોતાના 'શસ્ત્ર પૂજા'ની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તેના પછી તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પારંપરિક 'સિંદૂર' અને 'ચંદન તિલક' સાથે બોટલ ખોલવાના ઓપનરની તસવીર પોસ્ટ કરતા, ઋષિ કપૂરે ટ્વીટ કરીને લખ્યું, 'હેપ્પી દશેરા. તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. હથિયારનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો.'




તેના પછી ઋષિ કપૂરને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યૂઝરે લખ્યું, "બાટલીઓ ખોલવામાં આખું આર. કે સ્ટુડિયો વેંચાઇ ગયો."


તો બીજા એક યૂઝરે લખ્યું, "આ વિશ્વનો સૌથી ખતરનાક હથિયાર છે અને ખબર નહીં કેટલાના ઘર બરબાદ કરાવી ચૂક્યું છે." તો અન્ય એક યૂઝરે લખ્યું, "એક સેલિબ્રિટી કરીકે તમારી પાસેથી આવા ટ્વીટની અપેક્ષા નથી હોતી." ઋષિ કપૂર હાલ નીતૂ સાથે ઈટલી રજાઓ મનાવવા ગયા થે અને તેમણે ત્યાંથી કેટલીક તસવીરો શૅર કરી હતી.

તાજેતરમાં જ અમેરિકામાં 11 મહિના વિતાવ્યા બાદ ભારત પાછા ફર્યા છે. તે અમેરિકા કેન્સરની સારવાર કરાવવા ગયા હતા. દીકરો રણબીર કપૂર અને તેની પ્રેમિકા આલિયા ભટ્ટ તેમને નિયમિત રૂપે મળવા જતાં હતા. આ દરમિયાન અનેક બોલીવુડ કલાકારો પણ તેમને મળવા ગયા હતા.

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

મુંબઇ પાછા આવ્યા પછી ઋષિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નીતૂએ 'વેલક હોમ ડેડ' શબ્દો વાળા બલૂન્સની એક ઝલક શૅર કરી હતી. આલિયા ભટ્ટ સાથે પણ તેમના કમબૅકની ઉજવણી કરવામાં આવી અને એક પાર્ટી પર રાખવામાં આવી.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 05:46 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK