બર્થ-ઍનિવર્સરીએ શશી કપૂરને યાદ કર્યા રિશી કપૂરે

Published: 19th March, 2019 11:04 IST

શશી કપૂરની ગઈ કાલે ૮૧મી બર્થ-ઍનિવર્સરી પર રિશી કપૂરે તેમને યાદ કર્યા હતા.

શશી કપૂરની ગઈ કાલે ૮૧મી બર્થ-ઍનિવર્સરી પર રિશી કપૂરે તેમને યાદ કર્યા
શશી કપૂરની ગઈ કાલે ૮૧મી બર્થ-ઍનિવર્સરી પર રિશી કપૂરે તેમને યાદ કર્યા

શશી કપૂરની ગઈ કાલે ૮૧મી બર્થ-ઍનિવર્સરી પર રિશી કપૂરે તેમને યાદ કર્યા હતા. શશી કપૂરે ‘આગ’માં બાળ કલાકાર તરીકે પહેલી ફિલ્મ કરી હતી. ૧૯૬૧માં આવેલી ‘ધરમપુત્ર’માં તેમણે હીરો તરીકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેમણે અનેક હિટ ફિલ્મો જેમ કે ‘દિવાર,’ ‘સત્યમ શિવમ સુંદરમ’ અને ‘કભી કભી’માં પોતાના અભિનયની છાપ છોડી હતી. તેમનો જન્મ ૧૯૩૮ની ૧૮ માર્ચે થયો હતો. તેમની બર્થ-ઍનિવર્સરી પર રિશી કપૂરે બે ફોટો ટ્વિટર પર શૅર કર્યા હતા. એક ફોટોમાં નીતુ કપૂર, રણબીર કપૂર, રિશી કપૂર, કરિશ્મા કપૂર અને રેખા દેખાઈ રહ્યાં છે.

આ પણ વાંચો : સેલિબ્રિટીઝે આપી ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ

શશી કપૂરને ૨૦૧૫માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ ફોટો પણ રિશી કપૂરે ટ્વિટર પર શૅર કર્યો હતો. આ ફોટોમાં શશી કપૂરની સાથે તેમનાં બાળકો કુણાલ કપૂર અને સંજના કપૂર જોવા મળી રહ્યાં છે. આ ફોટો ટ્વિટર પર શૅર કરીને રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘શશી કપૂરને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ મળવો એ તેમની ફૅમિલી માટે ખૂબ જ ગર્વની વાત હતી. અમારી ફૅમિલીમાં આ ત્રીજો ફાળકે અવૉર્ડ હતો. હૅપી બર્થ-ડે શશી અંકલ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK