રિશી કપૂર અને નીતુ સિંહને મળવા ન્યુ યૉર્ક પહોંચી દીપિકા પાદુકો‌ણ

ન્યુ યૉર્ક | May 13, 2019, 10:37 IST

દીપિકા પાદુકો‌ણે ન્યુ યૉર્કમાં જઈને રિશી કપૂર અને નીતુ સિંહ સાથે ખાસ મુલાકાત કરી હતી.

રિશી કપૂર અને નીતુ સિંહને મળવા ન્યુ યૉર્ક પહોંચી દીપિકા પાદુકો‌ણ
રિશી કપૂર, નીતુ સિંહ અને દીપિકા પાદુકો‌ણ

દીપિકા પાદુકો‌ણે ન્યુ યૉર્કમાં જઈને રિશી કપૂર અને નીતુ સિંહ સાથે ખાસ મુલાકાત કરી હતી. થોડા સમય અગાઉ દીપિકાએ ન્યુ યૉર્કમાં મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી. રિશી કપૂર છેલ્લા થોડા મહિનાથી કૅન્સરની સારવાર ન્યુ યૉર્કમાં લઈ રહ્યા છે. બૉલીવુડમાંથી અનેક સેલિબ્રિટીઝ તેમને મળવા જાય છે. દીપિકાએ પણ તેમની સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ મુલાકાતના ફોટોઝ નીતુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.

આ પણ વાંચો : Happy Birthday:જુઓ 'બેબી ડોલ' સની લિઓનીની લાઈફસ્ટાઈલ

ફોટોમાં તેમના ચહેરા પર અપાર ખુશી છલકાઈ રહી છે. ફોટો શૅર કરીને નીતુ સિંહે કૅપ્શન આપી હતી કે ‘આકર્ષક દીપિકા સાથેની આ સાંજ ખૂબ જ સરસ રહી હતી. તેણે ભરપૂર ઉમળકો અને પ્રેમ આપ્યા હતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK