આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂરના સંબંધો પર બહેન રિદ્ધિમાએ કહ્યું આ...

Published: 18th August, 2020 16:53 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

રિદ્ધિમા કપૂરે ભાઇ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધો વિશે કહી આ વાત જાણો શું કહ્યું

આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રિદ્ધિમા કપૂર
આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રિદ્ધિમા કપૂર

રણબીર કપૂર(Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) છેલ્લા ઘણાં સમયથી પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં રણબીર(Ranbir Kapoor) અને આલિયા(Alia Bhatt)ના રિલેશનશિપ(Relationship) વિશે રણબીર(Ranbir)ની બહેન રિદ્ધિમા કપૂર(Riddhima Kapoor)ની પ્રતિક્રિયા વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે પોતાના ભાઈ માટે ખુશ છે.

રિદ્ધિમાને પૂછવામાં આવ્યું કે રણબીર અને આલિયા વિશે તમારો શું ખ્યાલ છે તે તેણે કહ્યું કે, "હું શું કી શકું છું? હું ખુશ છું જો મારો ભાઈ ખુશ છે અને ખરેખર મારા ભાઈ માટે ખુશ છું."

જણાવવાનું કે થોડાંક દિવસ પહેલા કપૂર પરિવાર રક્ષાબંધન સેલિબ્રેશનમાં આલિયા ભટ્ટ પણ સામેલ થઈ હતી. એટલું જ નહીં, સેલિબ્રેશન પછી રણબીર તેને પાછી ઘરે મૂકવા પણ ગયો હતો.

ફિલ્મફૅરને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ જણાવ્યું કે તે રણબીર સાથે પોતાના સંબંધને મિત્રતાની રીતે જોવાનું પસંદ કરે છે. આલિયાએ કહ્યું હતું કે, "આ એક સંબંધ નથી. આ એક મિત્રતા છે. હું આ વાતને સંપૂર્ણ ઇમાનદારીથી કહી રહી છું. આ સુંદર છે. હું હજી હવામાં ઊડી રહી છું. સૌથી સારી વાત એ છે અમે બે વ્યક્તિ છીએ, જે પોત-પોતાનું જીવન જીવી રહ્યા છીએ. આ એવી સ્થિતિ નથી જ્યાં તમે સતત એક સાથે દેખાશો. આ એક કમ્ફર્ટેબલ રિલેશનની ખરી નિશાની છે. નજર ન લાગે.. હકીકતે રણબીર મારો સારો મિત્ર છે."

રણબીરના પોસ્ટને લઈને પૂછવા પર આલિયાએ કહ્યું કે, "તેને સમજવું મુશ્કેલ નથી. તે એક રત્ન છે." આલિયા અને રણબીરની પ્રૉફેશનલ લાઇફની વાત કરીએ તો બન્ને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાવાના છે. આ ફિલ્મ દ્વારા બન્ને પહેલી વાર સાથે કામ કરવાના છે. આ ફિલ્મમાં બન્ને સાથે અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK