પૉલિટિકલ-ડ્રામા ‘મૅડમ ચીફ મિનિસ્ટર’ને 22 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને સુભાષ કપૂરે લખી અને ડિરેક્ટ કરી છે અને ટી-સિરીઝે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં માનવ કૌલ અને સૌરભ શુક્લા પણ જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં રિચાના હાથમાં ઝાડુ દેખાઈ રહ્યું છે. તેની પાછળ માનવ કૌલ અને સૌરભ શુક્લા છે. ફિલ્મની સ્ટોરી ઉત્તર પ્રદેશની છે. ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વિટર પર શૅર કરીને ટી-સિરીઝે ટ્વીટ કર્યું હતું કે ‘તમારી સામે ‘મૅડમ ચીફ મિનિસ્ટર’નો ફર્સ્ટ લુક રજૂ કરીએ છીએ. રિચા ચઢ્ઢા, માનવ કૌલ અને સૌરભ શુક્લાનો આ સાહસભર્યો પૉલિટિકલ-ડ્રામા રહેવાનો છે. 22 જાન્યુઆરીએ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થશે.’
આ પોસ્ટરને ટ્વિટર પર શૅર કરીને રિચાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારી નવી ફિલ્મ ‘મૅડમ ચીફ મિનિસ્ટર’ને તમારી સામે રજૂ કરવાની ખુશી થઈ રહી છે. આ એક અનટચેબલ પૉલિટિકલ-ડ્રામા રહેવાનો છે, જે પડકારોને દૂર કરીને આગળ વધે છે.’
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTમીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 IST