ચિત્રાંગદાએ વિવાદાસ્પદ રીતે ફિલ્મ છોડતાં તેની જગ્યાએ રિચા ચઢ્ઢા જોવા મળશે?

Published: Jun 24, 2016, 06:55 IST

નવાઝુદ્દીન સિદ્દીકીની ‘બાબુમોશાઇ બંદૂકબાઝ’માંથી ચિત્રાંગદા સિંહ નીકળી જતાં તેની જગ્યાએ હવે રિચા ચઢ્ઢાને પસંદ કરવામાં આવશે એવી વાતો ચાલી રહી છે.


Richa Chadha and Chitrangda Singh


richa chaddha

શાહીન પરકાર

આ ફિલ્મ પ્રોડ્યુસર પ્રીતીશ નન્દીનો દીકરો કુશાન બનાવી રહ્યો છે. ચિત્રાંગદાએ એવો આરોપ મૂક્યો હતો કે ફિલ્મમાં રોમૅન્ટિક દૃશ્યની જરૂર ન હોવા છતાં ફિલ્મમેકરે તેને રોમૅન્ટિક દૃશ્ય ભજવવા માટે જબરદસ્તી કરી હતી. ચિત્રાંગદાએ આ વિશે જણાવતાં કહ્યું હતું કે તેણે આ દૃશ્ય માટે બ્લાઉઝ પહેરવાનું હતું અને એનાં બટન ખુલ્લાં રાખવાનાં હતાં તેમ જ પેટિકોટ પહેરીને નવાઝુદ્દીનની ઉપર પગ મૂકવાનો હતો. આ વિશે સૂત્રે કહ્યું હતું કે ‘ફિલ્મમેકર્સ આ કન્ટ્રોવર્સી શાંત પડવાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ચિત્રાંગદાની જગ્યાએ કઈ હિરોઇન પસંદ કરવામાં આવશે એની જાહેરાત કરી શકે. આ માટે તેમણે રિચાને પસંદ કરી છે.’

આ વિશે જ્યારે કુશાનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘રિચા એક ખૂબ જ સારી ઍક્ટ્રેસ છે. તેની સાથે કામ કરવાનું મને ગમશે, પરંતુ હાલમાં આ વિશે કંઈ જ જણાવી શકું એમ નથી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK