એપ્રિલ મહિનામાં અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્નની શેહનાઈઓ વાગશે

Updated: 28th February, 2020 12:22 IST | Mumbai Desk

15 ફેબ્રુઆરીએ બાંદ્રા ફૅમિલી કોર્ટમાં મેરેજ રજીસ્ટ્રેશનની એપ્લિકેશન કર્યા બાદ યુગલ એપ્રિલ મહિનાના મધ્યમાં પરણશે

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા
અલી ફઝલ અને રિચા ચઢ્ઢા

અભિનેતા અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2016 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 'ફૂકરે' ફૅમ આ યુગલ હવે એપ્રિલ મહિનાના મધ્યમાં પરણી જશે. બન્નેએ ફેબ્રુઆરી મહિનામાં બાંદ્રા ફૅમિલી કોર્ટમાં મેરેજ રજીસ્ટ્રેશન માટે એપ્લિકેશન કરી હતી. ત્યારથી તેઓ ક્યારે પરણશે તેની ચર્ચા થઈ રહી છે. ત્યારે મિડડેને તેમના લગ્નના સત્તાવાર પુરાવા મળ્યા છે. બાંદ્રા કોર્ટમાં તેમણે કરેલી અપીલના પુરાવા પણ મિડડે પાસે છે.

સૂત્રોએ મિડડેને આપેલી માહિતી મુજબ, યુગલે કોર્ટમાં મેરેજ રજીસ્ટ્રેશન માટે 15 ફેબ્રુઆરી 2020 ના રોજ એપ્લિકેશન કરી હતી. એટલે મેરેજ રજીસ્ટ્રેશનના નિયમ મુજબ 15 માર્ચ પછી ગમે ત્યારે લગ્ન થઈ શકે છે. 31 માર્ચ સુધી રિચા અને અલી તેમના શૂટિંગ શેડ્યૂલમાં વ્યસ્ત છે. એટલે તેઓએ એપ્રિલ મહિનામાં લગ્નના ફંકશન રાખવાનું નક્કી કર્યું છે અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં કોર્ટમાં લગ્ન કર્યા પછી એપ્રિલ મહિનાના મધ્યમાં લગ્નના બીજા ફંકશન થશે.

 

Court Application for marriage by richa chadha and ali fazal

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ મેરેજ રજીસ્ટ્રેશન માટે કરેલી એપ્લિકેશન

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના સત્તાવાર પ્રવક્તાએ મિડડેને જણાવ્યું હતું કે, 'અત્યારે ખાલી કોર્ટમાં રજીસ્ટ્રેશનની તારીખ લેવામાં આવી છે. કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે કોર્ટ તારીખ આપે એના ત્રણ મહિનામાં લગ્ન કરવાના હોય છે. એટલે યુગલ એપ્રિલ મહિનાના અંતમાં સત્તાવાર નોંધણી કરાવશે અને પછી લગ્નની બીજી વિધિઓ શરૂ થશે. આ એક સેલિબ્રેશનનો માહોલ છે અને તેમાં સહભાગી થવાનો આનંદ અનેરો છે.'

First Published: 28th February, 2020 11:39 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK