સેક્શન 375નું ટ્રેલર રીલિઝ, જોવા મળ્યો જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા

Published: 13th August, 2019 16:06 IST | મુંબઈ

સેક્શન 375નું ટ્રેલર રીલિઝ થયું છે. જેમાં જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામ જોવા મળી રહ્યો છે.

સેક્શન 375નું ટ્રેલર રીલિઝ
સેક્શન 375નું ટ્રેલર રીલિઝ

અક્ષય ખન્ના અને રિચા ચઢ્ઢાની સેક્શન 375 આસપાસ ગુંથાયેલી ફિલ્મ સેક્શન 375 રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની કહાની સેક્શન 375 બળાત્કારના મુદ્દાઓ પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેમાં એક એવા મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે, જેની સામે દેશ રોજ ઝઝૂમે છે. ફિલ્મમાં મજેદાર કોર્ટ રૂમ ડ્રામા જોવા મળી રહ્યો છે. સેક્શન 375માં ઋચા ચઢ્ઢાની સાથે રાહુલ ભટ્ટ અને મીર ચોપડા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મને અજય બહલે ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થતા જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતું નજર આવી રહ્યું છે.

ટ્રેલર રિલીઝ થતા જ તેને હજારો વ્યૂઝ મળી ચુક્યા છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ચાહકો તેને કેટલા પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં બળાત્કારના મુદ્દાને બતાવવામાં આવ્યો છે. અભિનેત્રી ઋચા ચઢ્ઢા ફિલ્મમમાં અંડરકવર એજન્ટની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે.

આ પણ જુઓઃ Vyoma Nandi: આ ગુજરાતણની ઢોલીવુડથી લઈ ટોલીવૂડ સુધી છે બોલબાલા

ઋચાએ કહ્યું કે, તે બોલીવુડમાં આવી ત્યારથી જ ઈચ્છતી હતી કે અક્ષય ખન્ના સાથે કામ કરું, હવે જઈને મારું આ સપનું પૂર્ણ થયું છે. અક્ષયજી સાથે કામ કરીને મને સારું લાગ્યું છે. ફિલ્મ 13 સપ્ટેમ્બરે રીલિઝ થશે. અને ફિલ્મનું ટ્રેલર જોઈને તેના માટે ઉત્સુક્તા પણ વધી છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK