Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિચા ચઢ્ઢાએ પોતાનું ટ્વિટર અકાઉન્ટ કર્યું પ્રાઇવેટ

રિચા ચઢ્ઢાએ પોતાનું ટ્વિટર અકાઉન્ટ કર્યું પ્રાઇવેટ

26 July, 2020 08:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિચા ચઢ્ઢાએ પોતાનું ટ્વિટર અકાઉન્ટ કર્યું પ્રાઇવેટ

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા


રિચા ચઢ્ઢાએ સોશ્યલ મીડિયામાં ફેલાયેલા ઝેરને કારણે પોતાનું ટ્વિટર અકાઉન્ટ પ્રાઇવેટ કર્યું છે. એની પાછળનું કારણ જણાવતાં રિચાએ એના મોબાઇલનો સ્ક્રીન ટાઇમ શૅર કર્યો છે. એમાં દેખાય છે કે એક દિવસનો તેનો સ્ક્રીન ટાઇમ ૪ કલાક અને ૧૪ મિનિટ છે. તેનો અઠવાડિયાનો સ્ક્રીન ટાઇમ ૨૯ કલાક અને ૪૯ મિનિટ છે. એમાંથી ૧૯ કલાક અને ૪૯ મિનિટ તે સોશ્યલ નેટવર્કિંગમાં વાપરે છે.  ટ્વિટર પરનો તેનો સમય ૯ કલાકનો દેખાડી રહ્યો છે. એ વિશે ટ્વિટર પર રિચા ચઢ્ઢાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું મારું અકાઉન્ટ પ્રાઇવેટ કરી રહી છું. એટલા માટે નહીં કે આ પ્લૅટફૉર્મ ટોક્સીક છે. (દુનિયા જ આખી ટોક્સીક છે, તો શું કરીએ.) હું અહીં મદદ કરવા, સપોર્ટ કરવા, પ્રોત્સાહન આપવા અને જૉક્સ શૅર કરવા આવી છું, પરંતુ મારી એક ડેડલાઇન છે. આ માઇન્ડલેસ સ્ક્રોલિંગ મારો ખૂબ સમય લે છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK