Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફુકરે ૩ બનાવવામાં આવે એવી ઇચ્છા છે રિચા ચઢ્ઢાને

ફુકરે ૩ બનાવવામાં આવે એવી ઇચ્છા છે રિચા ચઢ્ઢાને

26 December, 2018 03:47 PM IST |

ફુકરે ૩ બનાવવામાં આવે એવી ઇચ્છા છે રિચા ચઢ્ઢાને

ફુકરે ૩ બનાવવામાં આવે એવી ઇચ્છા છે રિચા ચઢ્ઢાને


૨૦૧૩માં આવેલી ‘ફુકરે’ અને ૨૦૧૭માં આવેલી ‘ફુકરે રિટર્ન્સ’માં રિચા ચઢ્ઢાએ ભોલી પંજાબણનું પાત્ર ભજવ્યું હતું. રિચા આ પાત્રને ફરીથી જીવંત કરવા માગે છે. રિચાએ તો ફિલ્મના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાને ફિલ્મના ત્રીજા પાર્ટને બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ વિશે વધુ જણાવતાં રિચાએ કહ્યું હતું કે ‘મારા માટે ‘ફુકરે’ એક સ્પેશ્યલ ફિલ્મ છે. હું ભોલીની મોટી ફૅન છું. તે ખૂબ જ બહાદુર અને ભરપૂર ઇન્ટેલિજન્ટ છે. આ પાત્રને બે વાર ભજવવું મારા માટે ખુશીની વાત છે.

આ ફિલ્મ થકી મેં જીવનભર સાથ આપે એવા મિત્રો બનાવ્યા છે. એના માટે ‘ફુકરે’નો આભાર. જે પ્રકારે ફિલ્મને સફળતા મળી એ આશ્ચર્યચકિત કરનારી અને લાભદાયી રહી હતી. મારી ઇચ્છા છે કે મને ફરીથી આ ફિલ્મના ત્રીજા પાર્ટમાં એ ટીમ સાથે કામ કરવાની તક મળે. ત્રીજી વાર અમે બધા મળીશું તો એ ખૂબ જ અદ્ભુત રહેશે. મારા મતે ‘ફુકરે ૩’ બનવી જ જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 03:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK