રિચા ચઢ્ઢાએ તેની છેડતી કરતા બે લફંગાનો જાહેરમાં ઊધડો લીધો

Published: 28th December, 2014 04:47 IST

રૂપેરી પડદા પર હિંમતવાન અને બોલ્ડ ઇમેજ ધરાવતી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ તાજેતરમાં તેની સાથે અણછાજતું વર્તન કરનારા બે જણને બરાબર પાઠ ભણાવ્યો હતો. રિચા કહે છે કે આવી પરિસ્થિતિઓમાં દરેક મહિલાએ અવાજ ઉઠાવવો જરૂરી છે.


richa chaddaતાજેતરમાં રિચા એક ગેટ-ટુગેધરમાં પોતાના મિત્રો સાથે આનંદ માણી રહી હતી. પાર્ટી શરૂ થતાં જ બે પુરુષો રિચાને એકધારી નજરે જોઈ રહ્યા હતા અને તેના દેખાવ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા હતા. શરૂઆતમાં રંગમાં ભંગ ન પાડવાની દૃષ્ટિએ રિચા ચૂપ રહી હતી, પરંતુ જ્યારે આ બેમાંથી એક જણે રિચાની બાજુમાં આવી તેની પરવાનગી વિના ફોટો પાડ્યો ત્યારે પરિસ્થિતિ વણસી હતી. રિચાએ પિત્તો ગુમાવ્યો હતો અને આ બન્ને જણનો ઊધડો લીધો હતો.

આ ઘટનાથી ખૂબ ગુસ્સે થયેલી રિચાએ એક નિવેદનમાં બળાપો કાઢતાં જણાવ્યું હતું કે ‘મને લાગે છે કે લોકો જાહેર વ્યક્તિત્વ અને જાહેર સંપત્તિ વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. હું માનું છું કે દરેક વ્યક્તિએ આવા અભદ્ર વ્યવહારનો વિરોધ કરવો જોઈએ. આ ખરેખર અગત્યનું છે કે ખાસ કરીને જ્યારે મહિલાઓની સુરક્ષા વિશે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે અને એક જાહેર વ્યક્તિ તરીકે અમારે ઉદાહરણ બેસાડવું જોઈએ કે જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન થાય ત્યારે મહિલાઓએ અવાજ ઉઠાવવો જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK