હ્યુમર દ્વારા પોતાની જાતને એક્સપ્રેસ કરે છે રિચા ચઢ્ઢા

Published: Nov 07, 2019, 11:47 IST | Mumbai

રિચાએ હાલમાં જ એક કૉમિક શોમાં હાજરી આપી હતી. આ વિશે વધુ જણાવતાં રિચાએ કહ્યું હતું કે ‘લોકોને હસતાં જોવા મને ખૂબ જ ગમે છે.

રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢાનું કહેવું છે કે પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે હ્યુમર ખૂબ જ મહત્ત્વનું છે. ‘ફુકરે’માં તેના કોમિક ટાઇમિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં. તેમ જ રિચાએ હાલમાં જ એક કૉમિક શોમાં હાજરી આપી હતી. આ વિશે વધુ જણાવતાં રિચાએ કહ્યું હતું કે ‘લોકોને હસતાં જોવા મને ખૂબ જ ગમે છે. સ્ટેજ પર ઊભા રહી તમારા શબ્દો દ્વારા હ્યુમર ફેલાવવાનો વિચાર પણ ખૂબ જ અદ્ભુત છે. હું એ કરી શકુ છું એ જાણીને મને ખૂબ જ સારી ફિલીંગ્સ આવે છે. હ્યુમર મારા માટે એકદમ નૅચરલ છે અને પોતાની જાતને એક્સપ્રેસ કરવાનો એક માર્ગ છે. ઘણીવાર મારે લોકોને કેટલું કહેવું એને લઈને હું ચિંતામાં પડી જાઉં છું કારણ કે લોકો મને એક સિરિયસ વ્યક્તિ તરીકે ઓળખે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK