Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિચા અને અલી ફઝલે સમાજસેવક મયંક ગાંધીની શૉર્ટ ફિલ્મને સપોર્ટ કર્યો છે

રિચા અને અલી ફઝલે સમાજસેવક મયંક ગાંધીની શૉર્ટ ફિલ્મને સપોર્ટ કર્યો છે

17 August, 2020 08:05 PM IST | Mumbai
Agencies

રિચા અને અલી ફઝલે સમાજસેવક મયંક ગાંધીની શૉર્ટ ફિલ્મને સપોર્ટ કર્યો છે

રિચા ચડ્ડા, અલી ફઝલ

રિચા ચડ્ડા, અલી ફઝલ


સમાજસેવક મયંક ગાંધીની શૉર્ટ ફિલ્મને સપોર્ટ કરવા માટે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ આગળ આવ્યાં છે. આ શૉર્ટ ફિલ્મમાં ગ્રામીણ અર્થવ્યવસ્થાની ક્રાન્તિ દેખાડવામાં આવશે. રિચા અને અલીએ મયંક ગાંધી સાથે વાત કરી એની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. એ વિશે રિચાએ કહ્યું હતું કે ‘હું આ માહિતીસભર વિડિયો રજૂ કરવાને લઈને ખુશ છું. એમાં દેખાડવામાં આવશે કે કેવી રીતે એકલી વ્યક્તિએ આપબળે મોટું પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું હતું. પૈસા રળી શકાય છે અને પર્યાવરણને પણ બચાવી શકાય છે. આ સારી અર્થવ્યવસ્થા અને સારા પર્યાવરણની દિશામાં કારગર ઉપાય છે.’
તો બીજી તરફ અલીએ કહ્યું હતું કે ‘આ ક્રાન્તિનો ઉદ્દેશ ખેડૂતોની અગત્યની સમસ્યાઓ જેવી કે આફત, ગરીબી, સુસાઇડ અને અછત પર પ્રકાશ પાડશે. 2016માં મહારાષ્ટ્રના મરાઠવાડામાં દુકાળગ્રસ્ત અને આત્મહત્યાવાળા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલાં નેક કાર્યો ખૂબ પ્રભાવી રહ્યાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2020 08:05 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK