૨.૫ કરોડના ખર્ચે રામુએ ઊભી કરી જુહુમાં તાજ પૅલેસ હોટેલ

Published: 31st August, 2012 06:13 IST

૨૬/૧૧ પર આધારિત ફિલ્મના શૂટિંગ માટે કોલાબાની તાજ હોટેલની પરવાનગી ન મળતાં તેણે સબર્બની હોટેલમાં નવો સેટ ખડો કરી દીધો

hotel-taj-ramuમુંબઈ પર થયેલા ૨૬/૧૧ના આતંકી હુમલા પર આધારિત ફિલ્મ બનાવવા માટે ફિલ્મ-પ્રોડ્યુસર રામગોપાલ વર્માને છત્રપતિ શિવાજી ટર્મિનસના ખૂબ જ લિમિટેડ એરિયામાં શૂટિંગ કરવાની પરવાનગી મળી, પણ કોલાબાની તાજ મહલ પૅલેસ ઍન્ડ ટાવર હોટેલમાં શૂટ કરવાની પરમિશન પાસ નહોતી થઈ. એને કારણે રામુની ટ્રબલ વધી ગઈ હતી. એનું કારણ હતું કે તાજના અધિકારીઓ ફરી એક વાર એ જૂની યાદોને મમળાવવા નહોતા માગતા, ફિલ્મરૂપે પણ નહીં. આ ઘટના વખતે હોટેલમાં અનેકોનું લોહી રેડાયેલું અને મુંબઈ બાનમાં લેવાઈ ગયેલું.

પરવાનગી ન મળવાને કારણે રામુ થોડોક નિરાશ તો થયો. સીએસટી સ્ટેશન પર થોડાંક દૃશ્યો શૂટ કર્યા પછી હવે બાકીનાં ફાયરિંગનાં દૃશ્યો બીજા સેટ પરથી ફિલ્માવવામાં આવશે. આ માટે રામુએ જાતે કોલાબાની તાજ મહલ પૅલેસ ઍન્ડ ટાવર હોટેલના કેટલાક ભાગ જેવો જ સેટ જુહુની એક હોટેલમાં ખડો કરી દીધો છે. હાલમાં તેણે આખી હોટેલ ભાડે લઈ લીધી છે અને ત્યાં શૂટિંગ ચાલી રહ્યું છે.

આર્ટ-ડિરેક્ટર ઉદય સિંહ અને ખુદ રામુએ મળીને ૨.૫ કરોડ રૂપિયાના ખર્ચે આખો સેટ રીક્રીએટ કર્યો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK