Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાનું ફિટનેસ સિક્રેટ જણાવતાં સૌને ઇમ્યુનિટી વધારવાની સલાહ આપી અનિલે

પોતાનું ફિટનેસ સિક્રેટ જણાવતાં સૌને ઇમ્યુનિટી વધારવાની સલાહ આપી અનિલે

26 April, 2020 06:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાનું ફિટનેસ સિક્રેટ જણાવતાં સૌને ઇમ્યુનિટી વધારવાની સલાહ આપી અનિલે

અનિલ કપૂર

અનિલ કપૂર


અનિલ કપૂરે પોતાની ફિટનેસનાં રહસ્યો જણાવતાં સૌને ઇમ્યુનિટી વધારવાની સલાહ આપી છે. સાથે જ તેણે એમ પણ કહ્યું છે કે તે કોઈ પણ પ્રકારની સપ્લીમેન્ટ્સ નથી લેતો. યુવાનોને પણ શરમાવે એવી તેની બૉડી છે. પોતાના ફિટનેસ વિશે જણાવતાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અનિલ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘મેં આ પોસ્ટ કંઈ દેખાડો કરવા માટે કે પછી મારી જાત વિશે ચર્ચા કરવા માટે નથી કરી. જોકે હું સૌને એક સરળ સલાહ આપવા માગું છું. વાત જ્યારે બૉડી બિલ્ડિંગની આવે છે ત્યારે હું પાછળ ફરીને નથી જોતો. અલગ-અલગ ઉંમરમાં સારું પરિણામ મેળવવા માટે આપણે અલગ રીતે વર્ક-આઉટ કરવું પડે છે. જો તમે એમ કહો કે તમે સપ્લીમેન્ટ્સ ખરીદવામાં પૈસા ખર્ચો છો તો હું ચોખ્ખી ના પાડીશ. હું કોઈ પણ પ્રકારની સપ્લીમેન્ટ્સ નથી લેતો. મારા ટ્રેઇનર માર્ક અને હું છ વર્ષથી સાથે છીએ. મેં મારી બૉડી વિશે તેની સાથે ચર્ચા કરી હતી. ઘણી વાર સમયની અછત હોય છે અથવા તો ફિલ્મો, એન્ડોર્સમેન્ટ્સ, સામાજિક કાર્યો અથવા તો ફૅમિલીને સમય આપવાનો હોય છે. દર વર્ષે અમે એકબીજાને કહીએ છીએ કે આ વર્ષે નક્કી. જોકે વર્તમાનમાં આ કપરા સમયમાં આપણી પાસે ભરપૂર સમય છે. એથી સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. એવી ઍક્ટિવિટીઝ કરવી જોઈએ જે તમે સમયના અભાવને કારણે કદી કરી નહોતા શક્યા. તમારી બૉડીની સ્ટ્રેન્થ વધારો, મસલ્સ, ઇમ્યુનિટી અને ફ્લેક્સિબિલિટી વધારો. તમારા શરીરને રિસ્પેક્ટ આપો. આવો સમય આપણને ફરી કદાચ નહીં મળે.’


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2020 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK