Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ ફિલ્મમાં રણબીર કપૂરના કાસ્ટિંગથી નારાજ છે સલમાન ખાન ?

આ ફિલ્મમાં રણબીર કપૂરના કાસ્ટિંગથી નારાજ છે સલમાન ખાન ?

18 September, 2019 06:30 PM IST | મુંબઈ

આ ફિલ્મમાં રણબીર કપૂરના કાસ્ટિંગથી નારાજ છે સલમાન ખાન ?

આ ફિલ્મમાં રણબીર કપૂરના કાસ્ટિંગથી નારાજ છે સલમાન ખાન ?


બે દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે રણબીર કપૂર પોતાના કરિયરનો સૌથી ડાર્ક રોલ કરી શકે છે. ચર્ચા એવી છે કે રણબીર કપૂર ફિલ્મ ડેવિલમાં લીડ રોલમાં દેખાઈ શકે છે. આ ફિલ્મને કબીર સિંહના ડિરેક્ટર સંદીપ વાંગા ડિરેક્ટ કરવાના છે. જો કે સલમાન ખાન ફિલ્મ ડેવિલના ટાઈટલથી ખુશ નથી. બોલીવુડના ભાઈજાનને ડેવિલમાં રણબીર કપૂરનું કાસ્ટિંગ નથી ગમ્યું. ડેક્કન ક્રોનિકલની સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા છે કે સલમાન ખાને સંદીપ વાંગાની ફિલ્મ ડેવિલ સામે પણ આપત્તિ વ્યક્ત કરી છે.

ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ પ્રમાણે કેટલાક દિવસ પહેલા અહેવાલ હતી કે કબીર સિંહના ડિરેક્ટર સંદીપ વાંગા ડેવિલ નામની ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂરને કાસ્ટ કરવાની પણ ચર્ચા હતી. જો કે પહેલા સંદીપ વાંગા આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને કાસ્ટ કરવા માગતા હતા. પરંતુ તે શક્ય ન બન્યું. મહેશબાબુને આ ફિલ્મમાં હીરોનું કેરેક્ટર ખૂબ જ ગ્રે લાગ્યું. બાદમાં આ રોલ માટે રણબીર કપૂરનું નામ ચર્ચાયું.



આ પણ વાંચોઃ સની દેઓલના આ કેન્ડીડ ફોટો તમને યાદ કરાવશે 90sનો જમાનો


સલમાન ખાને પણ કેટલાક દિવસો પહેલા ટ્વિટ કરીને ફેન્સને માહિતી આપી હતી કે તે કિક 2 લઈને ટૂંક સમયમાં આવી શકે છે. જો કે સાજિદ નડિયાદવાલાએ કિક ટુ ક્યારે બનવાવવાના છે તે વાતની સ્પષ્ટતા નથી કરી. ઉલ્લેખનીય છે કે કિકમાં સલમાન ખાનના પાત્રનું નામ દેવીલાલ એટલે કે ડેવિલ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2019 06:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK