Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મેડિકલ હ્યુમર વેબ-સિરીઝ ‘સ્ટાર્ટિંગ ટ્રબલ્સ’માં શું છે?

મેડિકલ હ્યુમર વેબ-સિરીઝ ‘સ્ટાર્ટિંગ ટ્રબલ્સ’માં શું છે?

18 February, 2020 07:55 AM IST | Ahmedabad
Parth Dave | feedbackgmd@mid-day.com

મેડિકલ હ્યુમર વેબ-સિરીઝ ‘સ્ટાર્ટિંગ ટ્રબલ્સ’માં શું છે?

રેણુકા શહાણે

રેણુકા શહાણે


ઑન્ટ્રપ્રનરશિપ તેમ જ પ્રોફેશનલ લાઇફમાં પૅશનની વૅલ્યુ સમજાવતી પહેલી મેડિકલ હ્યુમર વેબ-સિરીઝ ‘સ્ટાર્ટિંગ ટ્રબલ્સ’ ૧૬ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. રિયલ લાઇફ બેઝ્ડ આ વેબ-સિરીઝ HiiiH (હેલ્થકૅર ઇનોવેશન ફૉર ઇન્ડિયન હેલ્થકૅર) પ્લૅટફૉર્મ માટે બની છે જેમાં ૬ એપિસોડ છે. અભિનવ કમલ (ઑન્ટ્રપ્રનર અને ફિલ્મ ડિરેક્ટર) નિર્દેશિત આ વેબ-સિરીઝ ડૉ. જગદીશ ચતુર્વેદીની બેસ્ટ-સેલિંગ બુક ‘ઇન્વેન્ટિંગ મેડિકલ ઇનોવેશન્સ’ પર આધારિત છે. આ સિરીઝને જગદીશ ત્રિવેદીએ લખી છે અને પોતે જ લીડ રોલ ભજવી રહ્યા છે. તેઓ એક સર્જન ઉપરાંત સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અને ઇનોવેટર પણ છે.આ વેબ-સિરીઝમાં એક મેડિકલ સ્ટુડન્ટની જર્ની બતાવવામાં આવી છે જે ડૉ. કવિતા ગૌડાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ક્ષેત્રે સંશોધન કરે છે. આ ઇનોવેશનમાં વિદ્યાર્થીને પડતી મુશ્કેલીઓ વચ્ચે કઈ રીતે ડૉ. કવિતા તેની મદદ કરીને તેનું ભવિષ્ય સુરક્ષિત કરે છે એ બતાવવામાં આવ્યું છે. તો પૅશન અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે કઈ રીતે બૅલૅન્સ જાળવવું એના પર પણ ફોકસ કરવામાં આવ્યું છે. આ વેબ-સિરીઝમાં જાણીતી અભિનેત્રી રેણુકા શહાણે મહત્વના રોલમાં છે. આ ઉપરાંત, અદિતિ રાવલ, ભરત ચાવલા, જુઈ પવાર, વિક્રાંત મહેતા વગેરે કલાકારો છે.

અમદાવાદની આર. જે. અદિતિ ડૉક્ટરના પાત્રમાં



‘સ્ટાર્ટિંગ ટ્રબલ્સ’માં અમદાવાદની જાણીતી આર. જે. અદિતિ પણ ડૉક્ટરના પાત્રમાં છે. તેણે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું કે ‘આ સિરીઝમાં મારું રામ્યા નામનું પાત્ર છે અને એ થોડું ખડૂસ પ્રકારનું છે! એ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા મિક્સ બોલે છે. જોકે હું શરૂઆતના એક એપિસોડમાં જ દેખાઉં છું, પણ કન્ટેન્ટ સારું હતું એટલે મેં આ પાત્રનો સ્વીકાર કર્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 07:55 AM IST | Ahmedabad | Parth Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK