કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર રેમો ડિસોઝાએ રિયલિટી ડાન્સ-શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નું શૂટિંગ શરૂ કર્યું છે. તેની સાથે ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ પણ જજની ખુરશી પર બેઠા છે. આ શોમાં મલાઇકા અરોરા પણ છે. જોકે તે ગેરહાજર હતી. રેમો માત્ર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે પહોંચ્યો છે. લૉકડાઉનને કારણે તમામ ફિલ્મો અને સિરિયલનાં શૂટિંગ બંધ છે. જોકે હવે સુરક્ષાના તમામ ઉપાયો સાથે સરકારે શૂટિંગની મંજૂરી આપી છે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રેમો ડિસોઝાએ કૅપ્શન આપી હતી કે ‘ચાર મહિનાઓ બાદ સેટ પર પાછા ફરવાની આ ખુશી છે. મારા બેસ્ટી સાથે અદ્ભુત અને સલામત શૂટિંગ કરવામાં આવ્યું છે.’
સેટ પર પાછા ફરીને ગીતા કપૂરે કહ્યું હતું કે ‘સેટ પર પાછા ફરીને એની સલામતી જોઈને હું શાંત થઈ છું. તમામ સલામતી વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, પૂરી ટીમ સજ્જ અને સાધનસામગ્રી સાથે હાજર હતી. તમે અમને પણ જોઈ શકો છો કે હું, રેમો અને ટેરેન્સ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે બેઠાં છીએ. જોકે અમે દિલથી એકબીજાની ખૂબ નજીક છીએ. અમારી વચ્ચે કોઈ અંતર નથી. જજિસની પૅનલ પર પાછા ફરીને અને કૉન્ટેસ્ટન્ટ્સને પર્ફોર્મ કરતા જોઈને મને ખુશી થઈ રહી છે.’
ટેરેન્સે પણ કહ્યું હતું કે ‘દરેકને એનર્જી અને જોશ સાથે જોવાની મને ખૂબ ખુશી છે. આ એપિસોડનું શૂટિંગ કરીને મને જૂના દિવસોની યાદ આવી ગઈ છે, કારણ કે અમારી સાથે રેમો છે. તેમની સાથે જોડાયેલી યાદો તાજી થઈ ગઈ છે.’
Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 ISTમૂવી-માફિયા કરતાં પણ વધુ ભયાનક કઈ બાબત લાગે છે કંગના રનોટને?
19th January, 2021 16:45 ISTકંગનાની ધાકડ પહેલી ઑક્ટોબરે થશે થિયેટરમાં રિલીઝ
19th January, 2021 16:43 ISTમૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને
19th January, 2021 16:41 IST