રેમો ડિસોઝાએ વાઇફ સાથે લીધેલા લગ્નના શપથ પર વરુણ ધવને કર્યો કટાક્ષ
રેમો ડિસોઝા સાથે પત્ની, વરૂણ અને શ્રદ્ધા
રેમો ડિસોઝાએ લગ્નની ૨૦મી ઍનિવર્સરી પર વાઇફ લીઝેલ સાથે વેડિંગ વુઝ લીધા હતા. એના પર વરુણ ધવને કટાક્ષ કર્યો હતો. રેમો અને લીઝેલે ૧૯૯૯માં લગ્ન કર્યાં હતાં. તેમણે પોતાનાં લગ્નની એ પ્રતિજ્ઞાને રિન્યુ કરી છે. રેમોની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં વરુણ સાથે શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. રેમોની વાઇફ અને શ્રદ્ધા કપૂર સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને વરુણે ટ્વીટ કર્યું હતું, ‘રેમો ડિસોઝા અને લીઝેલને શુભેચ્છા. લોકો એક વખત પણ નથી લેતા, તમે તો ત્રણ વખત શપથ લઈ લીધા.’