ABCD 3 લઈને આવી રહ્યો છે રેમો ડિસોઝા
ABCD 3 લઈને આવી રહ્યો છે રેમો ડિસોઝા
રેમો ડિસોઝા ‘ABCD 3’ને લઈને હવે તૈયાર થઈ ગયો છે. કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર રેમો ડિસોઝાને ડિસેમ્બરમાં હાર્ટ-અટૅક આવ્યા બાદ ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેની માંદગી વિશે જાણ થતાં તેના ફૅન્સ ખૂબ ચિંતાતુર બની ગયા હતા. ૨૦૧૩માં તેણે ‘ABCD’ બનાવી હતી અને ૨૦૧૫માં એની સીક્વલમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર જોવા મળ્યાં હતાં. એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે હવે આ ફિલ્મની ત્રીજી સિરીઝ ક્યારે આવશે? એનો જવાબ આપતાં રેમો ડિસોઝાએ કહ્યું હતું કે ‘હા, ચોક્કસ. હું આ સિરીઝનો ત્રીજો પાર્ટ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. અમે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ, જે લગભગ પૂરી થવા આવી છે. અમે ટૂંક સમયમાં જ એની જાહેરાત કરીશું. ‘ABCD’ ડિઝની સાથે હતી. એથી એ જ ટાઇટલને ફરીથી મેળવવાના હું પ્રયાસ કરી રહ્યો છું. શક્યતા તો એવી છે કે અમને મળી જ જશે. એ ત્રીજી ફિલ્મને ‘ABCD 3’ કહીશું. ફિલ્મની કાસ્ટની વાત કરું તો નામની ચોખવટ નહીં કરું, પરંતુ હા, એમાં ડાન્સર જરૂર હશે.’