Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સર્જરીથી રિકવર થયા બાદ Remo D’souzaએ કર્યો ડાન્સ, વીડિયો વાઈરલ

સર્જરીથી રિકવર થયા બાદ Remo D’souzaએ કર્યો ડાન્સ, વીડિયો વાઈરલ

15 December, 2020 01:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સર્જરીથી રિકવર થયા બાદ Remo D’souzaએ કર્યો ડાન્સ, વીડિયો વાઈરલ

ઈન્સ્ટાગ્રામ પર આમિર અલીએ શૅર કરી છે આ તસવીર

ઈન્સ્ટાગ્રામ પર આમિર અલીએ શૅર કરી છે આ તસવીર


પગ સાથે ડાન્સ કરવું એ એક અલગ વાત છે અને દિલથી ડાન્સ કરવું એ એક અલગ વાત છે.. આવું કહેવું છે કોરિયોગ્રાફર રેમો ડિ'સોઝા (Remo D'Souza)ની પત્ની લિઝેલ ડિ'સોઝા (Lizelle D'Souza)નું, જેમણે પતિનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. રેમોનો આ વીડિયો તેની સર્જરી પછીનો છે, જે સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Liz (@lizelleremodsouza)




હકીકતમાં, રેમો ડિ'સોઝા હાલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ(Kokilaben Hospital)માં એડમિટ છે. રેમોને 11 ડિસેમ્બરે હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો, ત્યાર બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રેમોની તબિયત પહેલા કરતા ઘણી સારી છે, એવી અપેક્ષા છે કે તેઓ જલદીથી સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જશે. રેમોની વહેલી રિકવરી માટે એમના ફૅન્સ અને સેલેબ્સ સતત પ્રાર્થના કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે કોરિયોગ્રાફરની પત્નીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં રેમોનો ચહેરો તો નજર નથી આવી રહ્યો, પરંતુ તેના પગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં રેમોના પગ મ્યૂઝિક પર ચાલતા નજરે પડે છે. આ વીડિયો શૅર કરતા રેમોની પત્ની લિઝેલે લખ્યું છે કે- પગ સાથે ડાન્સ કરવું એ એક અલગ વાત છે અને દિલથી ડાન્સ કરવું એ એક અલગ વાત છે... સાથે જ લિઝેલે બધાના પ્રેમ માટે દરેકનો આભાર માન્યો છે.


લિઝેલ સિવાય ટીવી એક્ટર આમિર અલીએ પણ રેમો સાથે કેટલાક ફોટોઝ શૅર કર્યા છે, જે હોસ્પિટલના છે. આ ફોટોઝમાં આમિર, રેમો સાથે જ નજર આવી રહ્યા છે, જોકે આ ફોટોઝમાં પણ રેમોનો ચહેરો જોવા મળ્યો નથી પરંતુ કોરિયોગ્રાફરની પીઠ જોવા મળી રહી છે. આ ફોટોઝ જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોરિયોગ્રાફર હવે પહેલા કરતા વધારે સારા છે, કારણકે આ ફોટામાં તેઓ આમિર સાથે ઉભા છે અને પોઝ આપી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 December, 2020 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK