Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફાલ્ગુની પાઠકના આ ગીતનું રિમિક્સ વર્ઝન થયું રિલીઝ, મળ્યા કરોડો હિટ્સ

ફાલ્ગુની પાઠકના આ ગીતનું રિમિક્સ વર્ઝન થયું રિલીઝ, મળ્યા કરોડો હિટ્સ

18 November, 2019 09:44 AM IST | Mumbai

ફાલ્ગુની પાઠકના આ ગીતનું રિમિક્સ વર્ઝન થયું રિલીઝ, મળ્યા કરોડો હિટ્સ

દિવ્યા ખોસલા કુમાર

દિવ્યા ખોસલા કુમાર


બોલીવુડમાં અત્યારે જૂના ગીતોના રિમિક્સ બનાવવાનો જમાનો ચાલી રહ્યો છે. 90ના દાયકાના અથવા તેની પહેલાના પોપ્યુલર ગીતોને નવી સ્ટાઈલમાં બનાવવામાં આવ્યા છે. હવે આ લિસ્ટમાં વધુ એક ગીત જોડાઈ ગયું છે, જેનું નામ છે યાદ પિયા કી આને લગી. એ સમયે ખૂબ જ હિટ થયેલું આ ગીત હવે રિમિક્સના રૂપમાં સામે આવી ગયું છે.

ગીતના ઑરિજિનલ વર્ઝન ડાંડિયા ક્વી ફાલ્ગુની પાઠકે ગાયું હતું, પરંતુ ગીતના નવા વર્ઝનમાં નેહા કક્કરે અવાજ આપ્યો છે. સાથે જ રિમિક્સ વર્ઝનને એક્ટ્રેસ-ફિલ્મ મેકર દિવ્યા ખોસલા કુમાર પર ફિલ્માવવામાં આવ્યું છે. જૂના ગીતની જેમ આ ગીતનું નવું વર્ઝન પણ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. યૂટ્યૂબ પર તેને 19 મિલિયન એટલે કે 1 કરોડ 90 લાખથી વધુ વાર જોવામાં આવ્યું છે.

દિવ્યા ખોસલાએ ગીતની સફળતાને લઈને ટ્વીટ કર્યું છે અને 24 કલાકમાં 10 મિલિયન વ્યૂઝ થવા પર લોકોને ધન્યવાદ કહ્યું છે. આ ગીત યૂટ્યૂબ ઈન્ડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોને આ ગીત પસંદ આવી રહ્યું છે. ગીતમાં દિવ્યાનું ડ્રેસઅપ પણ અલગ છે. એક તરફ તે જીન્સ અને ટૉપમાં નજર આવે છે, તો બીજી તરફ તે લહેંગામાં ડાન્સ કરે છે.




આ પણ જુઓઃ સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

જો કે, અને લોકો તેને જૂના ગીત સાથે સરખાવે છે, જે બાદ લોકો તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને નાપસંદ પણ કરી રહ્યા છે. પરંતુ તેને કરોડો લોકો જોઈ ચુક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 09:44 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK