મનમોહન દેસાઈઃ આલા દરજ્જાના ફિલ્મ નિર્દેશક અને ગરવા ગુજરાતી

Published: Mar 01, 2019, 11:04 IST | મુંબઈ

અમિતાભ બચ્ચને જેમને હિન્દી સિનેમાના શો મેન માને છે તે મનમોહન દેસાઈની આજે પુણ્યતિથિ છે. ત્યારે યાદ કરીએ આ ગરવા ગુજરાતી અને તેમણે સિનેમામાં આપેલા પ્રદાનને.

અમિતાભ બચ્ચન સાથે મનમોહન દેસાઈ
અમિતાભ બચ્ચન સાથે મનમોહન દેસાઈ

કુલી, આ ગલે લગ જા, રામપુર કા લક્ષ્મણ, છલિયા, કિસ્મત, બ્લફ માસ્ટર, અમર અકબર એન્થોની, નસીબ..બોલીવુડની આ બ્લોક બસ્ટર ફિલ્મો જેમણે આપી છે એવા ગરવા ગુજરાતી મનમોહન દેસાઈની આજે પુણ્યતિથિ છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચની કરિયર ઘડવામાં સૌથી મોટો હાથ કોઈનો હોય તો તે મનમોહન દેસાઈ છે. આજે પણ સિનીયર બચ્ચન તેમને યાદ કરે છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જેમના પ્રદાનને આજે પણ માનથી યાદ કરાઈ છે તેવા મનમોહન દેસાઈ ગુજરાતી હતા. તેમના પિતા કીકુભાઈ દેસાઈ ફિલ્મોના નિર્માતા હતા. તેઓ પેરેમાઉન્ટ સ્ટુડિયો કે જે પાછળથી ફિલ્માલય તરીકે ઓળખાયો તેના માલિક પણ હતા. પિતા અને મોટાભાઈ પાસેથી મનમોહન દેસાઈ ફિલ્મ નિર્માણ અને નિર્દેશનના પાઠ શીખ્યા.

MANMOHAN DESAI


મનમોહન દેસાઈની ફિલ્મો જરા અલગ હતી. તેમાં એક્શન, ગીત, નૃત્ય અને પારિવારિક મનોરંજન ભરપૂર રહેતું અને એટલે જે તેમની ફિલ્મ મસાલા ફિલ્મ કહેવાતી હતી. આ શ્રેણીની તેમની સૌથી સફળ ફિલ્મ એટલે અમર અકબર એન્થોની.

બનાવી દીધી બિગ બીની કરિયર
અમિતાભ બચ્ચન અને મનમોહન દેસાઈએ એકસાથે અનેક હિટ ફિલ્મો આપી. જેમાં અમર અકબર એન્થોની, પરવરિશ, સુહાગ, નસીબ, દેશપ્રેમી, કુલી, મર્દનો સમાવેશ થાય છે. અમિતાભ અને મનમોહન દેસાઈને એકબીજા પર અતૂટ વિશ્વાસ હતો. આજે પણ પ્રસંગોપાત અમિતાભ બચ્ચન મનમોહન દેસાઈને જરૂરથી યાદ કરે છે.

મનમોહન દેસાઈ એ ગણ્યાગાંઠ્યા ફિલ્મકારોમાંથી એક છે જેમણે રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર આ ત્રણેય ભાઈઓ સાથએ અલગ-અલગ ફિલ્મો કરી છે. રાજ કપૂર સાથે તેમણે છલિયા, શમ્મી કપૂર સાથે તેમણે બદતમીઝ અને બ્લફ માસ્ટર જ્યારે શશિ કપૂર સાથે આ ગલે લગ જા અને સુહાગ જેવી ફિલ્મો આપી.

સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે પણ મનમોહન દેસાઈએ સચ્ચા ઝૂઠા અને રોટી જેવી સફળ ફિલ્મો આપી. એ કહેવું ખોટું નથી કે તેમણે પોતાના સમયના તમામ સફળ સ્ટાર્સ સાથે કામ કર્યું. અને તેમની ફિલ્મોને હંમેશા યાદ રાખવામાં આવશે.

29 વર્ષની કરિયરમાં મનમોહન દેસાઈએ 20 ફિલ્મોનું નિર્દેશન કર્યું, અને તેમાંથી 13 સફળ રહી. જે તેમની ખૂબ મોટી સફળતા છે. મનમોહન દેસાઈએ પહેલા લગ્ન જીવનપ્રભા સાથે લગ્ન કર્યા હતા. તેમના નિધન બાદ તેમણે 1992માં નંદા સાથે લગ્ન કર્યા. 1994માં મનમોહન દેસાઈનું નિધન થયું. જો કે ફિલ્મ જગત તેમના પ્રદાનને ક્યારેય નહીં ભૂલી શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK