Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિલાયંસ પોતાના તમામ 58 હજાર કર્મચારીઓને મફતમાં pk ફિલ્મ બતાવશે

રિલાયંસ પોતાના તમામ 58 હજાર કર્મચારીઓને મફતમાં pk ફિલ્મ બતાવશે

19 December, 2014 09:40 AM IST |

રિલાયંસ પોતાના તમામ 58 હજાર કર્મચારીઓને મફતમાં pk ફિલ્મ બતાવશે

રિલાયંસ પોતાના તમામ 58 હજાર કર્મચારીઓને મફતમાં pk ફિલ્મ બતાવશે






મુંબઈ : તા, 19, ડિસેમ્બર

એક જાણીતા સમાચારપત્રના અહેવાલ અનુસાર કંપનીએ મહિનાના અંતિમ સપ્તાહમાં મુંબઈના સિંગલ સ્ક્રિન ધરાવતા થિયેટર અને મલ્ટિપ્લેક્સમાં પોતાના તમામ એવા 58 હજાર કર્મચારીઓ માટે ટીકીટ બુક કરાવી છે.

જાહેર છે કે આજે શુક્રવારે બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનની ફિલ્મ pk રિલિઝ થઈ છે. આ ફિલ્મની ચાહકો ઘણા સમયથી ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. આમિરની pk માટે લોકો દ્વારા મોટા પ્રમાણમાં એડવાન્સ બુકિંગ કરાવવામાં આવી રહ્યાં છે. જેમાં જાણીતી કંપની રિલાયસ ઈન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ થાય છે.

કંપનીએ પોતાના તમામ એવા 58 હજાર કર્મચારીઓને આમિર ખાનની ફિલ્મ pk મફતમાં બતાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. 28 ડિસેમ્બર કંપનીના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણીની 82મી વર્ષગાંઠ છે. આ દિવસે કંપની વાર્ષિક સમારોહનું આયોજન કરે છે. આ આયોજનને અંતર્ગત જ કર્મચારીઓને મફતમાં આમીર ખાનની પીકે જોવાનો મોકો મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીના કર્મચારીઓને મફતમાં પીકે ફિલ્મ બતાવવા પાછળ કંપની દોઢથી બે કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2014 09:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK