ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધીની ફિલ્મ ગુજરાત 11 આ દિવસે થશે રીલિઝ

Published: Sep 13, 2019, 14:38 IST | મુંબઈ

ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધીની ફિલ્મ ગુજરાત 11ની રીલિઝ ડેટ સામે આવી છે. ફિલ્મ 22 નવેમ્બરે રીલિઝ થશે.

ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધીની ફિલ્મ ગુજરાત 11 આ દિવસે થશે રીલિઝ
ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધીની ફિલ્મ ગુજરાત 11 આ દિવસે થશે રીલિઝ

પહેલી ગુજરાતી સ્પોર્ટસ ફિલ્મ ગુજરાત 11 22 નવેમ્બરે રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધી મુખ્ય ભૂમિકામાં છે. ડેઈઝી શાહ પહેલી વાર ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મને જાણીતા ડિરેક્ટર જયંત ગિલાટરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી પણ જયંત ગિલાટરે જ લખી છે.

 
 
 
View this post on Instagram

Announcing #gujarat11 coming in cinemas on 22nd Nov19. @jayantgilatar @shahdaisy @imkavindave @geetamodi

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial) onSep 13, 2019 at 1:06am PDT


એચ. જી પિક્ચર્સ, પ્રોફાઈલ એન્ટરટેઈનમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડની સાથે વાય ટી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ તેમજ જે. જે. ક્રિએશન ફિલ્મ 'ગુજરાત 11' પ્રસ્તુત કરી રહ્યા છે. ફિલ્મને હરેષ પટેલ, એમ. એસ. જોલી અને જયંત ગિલાટરે પ્રોડ્યુસ કરી છે.

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

ફિલ્મની ખાસ વાત એ છે કે 'ગુજરાત 11' પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ છે. સાથે જ ઈન્ડસ્ટ્રીમાં પણ એવી ચર્ચા છે કે આ મોસ્ટ એક્સપેન્સિવ ગુજરાતી ફિલ્મ છે. જો કે આ ફિલ્મનું બજેટ કેટલું છે તેનો કોઈ આંકડો સામે નથી આવ્યો. ફિલ્મમાં ડેયઝી શાહ અને પ્રતીક ગાંધીની સાથે કવિન દવે પણ દેખાશે. કવિન દવે આ પહેલા બે યાર અને કિક સહિતની ફિલ્મોમાં દેખાયા હતા. આ ઉપરાંત ફિલ્મમાં 250 એક્ટર્સ અને ફૂટબોલ પ્લેયર્સે એક્ટિંગ કરી છે. ફિલ્મના ડિરેક્ટર જયંત ગિલાટરે આપેલી માહિતી પ્રમાણે ફિલ્મના શૂટિંગમાં રોજ સેટ પર 300થી વધુ લોકોનું યુનિટ કામ કરતું હતું. ફિલ્મમાં ડેયઝી શાહ ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી રહી છે જે જુવેનાઈલ ક્રિમિનલ્સને ફૂટબોલ દ્વારા સુધારવાનો પ્રયત્ન કરે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK