Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શિંદે સાથેની રિલેશનશિપ વિશે સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું...

શિલ્પા શિંદે સાથેની રિલેશનશિપ વિશે સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું...

16 March, 2020 03:53 PM IST | Mumbai
Mumbai Correspondent

શિલ્પા શિંદે સાથેની રિલેશનશિપ વિશે સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું...

શિલ્પા શિંદે

શિલ્પા શિંદે


‘બિગ બૉસ 11’ની વિજેતા શિલ્પા શિંદેએ થોડા દિવસો પહેલાં ખુલાસો કર્યો હતો કે તેનું સિદ્ધાર્થ શુક્લા સાથે અફેર હતું. સિદ્ધાર્થ પર અનેક આરોપો મૂકતાં શિલ્પાએ જણાવ્યું હતું કે તે તેને મારતો પણ હતો. સિદ્ધાર્થે આ વખતે ‘બિગ બૉસ 13’નું ટાઇટલ જીત્યું હતું. શિલ્પાએ કહેલી એ તમામ વાતો વિશે પ્રતિક્રિયા આપતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘આ બધી અફવાઓ મારા પર કોઈ અસર નથી કરવાની. જો તમે કોઈના પર પથ્થર ફેંકો તો એનાથી જાણ થાય છે કે તમે પોતે કેટલા અસુરક્ષિત છો. આ બધુ સાંભળીને મને દુ:ખ થાય છે. આશા રાખું છું કે આવા લોકો ભવિષ્યમાં ફરી પાછું આવું કંઈ ન કરે. આ બધી કમેન્ટ્સ ખૂબ વિચિત્ર છે. ધારો કે કોઈ અચાનક સામે આવીને કહે કે ‘હું તારી સાથે રિલેશનશિપમાં છું’ એ ક્રેઝી બાબત છે. તમે એ વ્યક્તિને ડેટ કરતા હો કાં તો ન પણ કરતા હો એ અલગ વાત છે, પરંતુ તમને હમણાં રિલેશનશિપ વિશે બોલવાની શું જરૂર પડી?’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 03:53 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK