જ્યારે રેખાએ લોકો વચ્ચે આ અભિનેતાને કહ્યું, તારું કામ જોવા માટે જ જીવું છું....

Published: Jan 18, 2020, 12:18 IST | Mumbai Desk

રેખા સિવાય આ એવૉર્ડ શૉમાં બોલીવુડના તમામ સિતારાઓ પણ સામેલ થયા હતા. દરમિયાન રેખાએ બોલીવુડના એક યંગ એક્ટરને લઈને એવી વાત કહી જેને સાંભળીને તમે પણ ખુશ થઈ જશો.

બોલીવુડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા પોતાની સુંદરતા માટે સતત ચર્ચામાં છવાયેલી રહે છે. રેખા ભલે ફિલ્મોમાં કામ કરતી નથી પણ તેને ઘણીવાર ફિલ્મી પાર્ટીઝ અને એવૉર્ડ ફંકશનમાં જોવામાં આવે છે. એટલું જ નહીં ઇવેન્ટ દરમિયાન દરેકનું ધ્યાન બસ રેખા પર જ અટકી જાય છે. તો રેખાને આ ઇવેન્ટ્સમાં ખૂબ જ એન્જૉય કરતી પણ જોવાય છે. તાજેતરમાં જ મુંબઇમાં આયોજિત 'સ્ટાર સ્ક્રીન એવૉર્ડ્સ'માં રેખાએ પોતાની હાજરી નોંધાવી. રેખા સિવાય આ એવૉર્ડ શૉમાં બોલીવુડના તમામ સિતારાઓ પણ સામેલ થયા હતા. દરમિયાન રેખાએ બોલીવુડના એક યંગ એક્ટરને લઈને એવી વાત કહી જેને સાંભળીને તમે પણ ખુશ થઈ જશો.

'સ્ટાર સ્ક્રીન અવૉર્ડ્સ'માં રેખાએ પોતાની એક વાતથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. આ દરમિયાન એવૉર્ડ શૉમાં રણવીર સિંહ, શાહિદ કપૂર, હ્રિતિક રોશન, અનન્યા પાંડે, મલાઇકા અરોરા જેવા અનેક સિતારા સામેલ હતા. શૉમાં રેખાએ એક્ટર રણવીર સિંહ વિશે કંઇક એવું કહી દીધું કે રણવીર સિંહની ખુશીનો પાર રહ્યો નહીં. જણાવીએ કે 'સ્ટાર સ્ક્રીન એવૉર્ડ્સ'માં રેખા 'ગેસ્ટ ઑફ ઑનર' હતી. તેણે પોતાની લાઇફ સાથે જોડાયેલી ઘણી વાતો બધાંની સાથે શૅર કરી. જ્યારે રેખા એવૉર્ડ આપવા માટે સ્ટેજ પર આવી અને રણવીર સિંહને મળી. આ દરમિયાન રેખાએ રણવીર સિંહના ખૂબ જ વખાણ કર્યા. રેખાએ કહ્યું કે તેણે રણવીર પાસેથી ઘણું બધું શીખ્યું છે.

આ પણ વાંચો : હવે મચશે ડરની અફરા તફરી કારણ ટ્રેલર થઈ ગયું છે રિલીઝ....

એટલું જ નહીં રેખાએ એ પણ કહી દીધું કે, હું રણવીર સિંહનું કામ જોવા માટે જ જીવું છું. રેખાના આ કૉમ્પ્લીમેન્ટે રણવીરની સાંજને વધારે સુગંધિત કરી દીધી. રણવીરના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ રણવીર સિંહ '83', 'સૂર્યવંશી' અને 'તખ્ત'ને લઈને ચર્ચામાં છે. '83'માં ક્રિકેટર કપિલ દેવના જીવન પર બનતી બાયોપિક છે. આમાં રણવીર ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK