આખરે રેખાએ સ્વીકાર્યું, 'હું અમિતાભને પ્રેમ કરું છું'

Updated: Jun 13, 2019, 12:40 IST

બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં રેખાનું નામ ઘણા સ્ટાર્સ સાથે ચર્ચામાં આવ્યું હતું જો કે અમિતાભ બચ્ચન સાથેના તેમના રિલેશને હમેશા ચર્ચામાં રહ્યા છે. અમિતાભ બચ્ચને ભલે જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હોય પરંતુ રેખા આજે પણ અમિતાભ બચ્ચનને પ્રેમ કરે છે

રેખાે કર્યો તેના પ્રેમનો સ્વીકાર
રેખાે કર્યો તેના પ્રેમનો સ્વીકાર

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને રેખાની લવ સ્ટોરી વિશે બધાને ખબર છે. બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં રેખાનું નામ ઘણા સ્ટાર્સ સાથે ચર્ચામાં આવ્યું હતું જો કે અમિતાભ બચ્ચન સાથેના તેમના રિલેશને હમેશા ચર્ચામાં રહ્યા છે. અમિતાભ બચ્ચને ભલે જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હોય પરંતુ રેખા આજે પણ અમિતાભ બચ્ચનને પ્રેમ કરે છે અને પોતાના પ્રેમને વ્યક્ત કરવા ખચકાટ અનુભવતી નથી. સિમી ગિરેવાલે હાલમાં જ તેમના શૉ rendezvous with Simi Garewalમાં રેખાને અમિતાભ બચ્ચન અને જયાને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા

સિમી ગિરેવાલે તેના શૉમાં રેખાને તેમના અને જયા બચ્ચનના સંબંધ વિશે પ્રશ્ન પૂછ્યા ત્યારે રેખાએ કહ્યું હતું કે, મને નથી લાગતુ કે એક મહિલા હોવાના કારણે જયા કોઈ બિચારી કે ઈનસિક્યોર મહિલા હોય. રેખાના આ જવાબ પર સિમીએ કહ્યું હતું કે, 'એક મહિલા ત્યારે જ સુરક્ષિત અનુભવે છે જ્યારે તેમના પતિ સુરક્ષિત અનુભવતા હોય.' સિમીનો ઈશારો અમિતાભ અને જયાના સંબંધોને લઈને હતો જો કે રેખાએ સિમીને જવાબ આપતા કહ્યું હતું કે, 'એવુ જરુરી નથી કે મહિલા ત્યારે જ સુરક્ષિત અનુભવે જ્યારે તેનો પતિ અનુભવે.'

રેખાએ અમિતાભ સાથેના પોતાના સંબંધો વિશે ક્હયું હતું કે, "મને કોઈ ફર્ક નથી પડતો લોકો શું વિચારે છે. હું મારી માટે પ્રેમ કરું છું કોઈને બતાવવા માટે નહીં. હું તેમને પ્રેમ કરું છું અને તે મને.' લોકો કહે છે કે, 'રેખા ગાંડી છે જો કે મને કઈ ફરક નથી પડતો કે લોકો શું કહે છે."

આ પણ વાંચો: '83ના સેટ પર દીપિકાએ રણવીરને ધીબેડી નાખ્યો, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે 70ના દશકામાં આવેલી ફિલ્મ દો અનજાનેના સેટ પર રેખા અને અમિતાભની લવ સ્ટોરી શરુ થઈ હતી. માનવામાં આવી રહ્યું હતું કે, બિગ બીના લગ્ન થયા હોવા છતા તે રેખાની સુંદરતા પર પોતાનું દિલ હારી ચૂક્યા હતા. અમિતાભ અને જયાના સંબંધોમાં પણ દૂરી આવી હતી. ત્યારબાદ અમિતાભ બચ્ચને રેખા સાથે દૂરી બનાવી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK