Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સુપર ડાન્સર 3ના સેટ પર કેમ અચાનક રડી પડી રેખા ?

સુપર ડાન્સર 3ના સેટ પર કેમ અચાનક રડી પડી રેખા ?

24 May, 2019 08:52 PM IST | મુંબઈ

સુપર ડાન્સર 3ના સેટ પર કેમ અચાનક રડી પડી રેખા ?

અભિનેત્રી રેખા (File Photo)

અભિનેત્રી રેખા (File Photo)


બોલીવુડની ગ્રેસફુલ એક્ટ્રેસ રેખા પોતાના જુદા જુદા લૂકન કારણે ચર્ચામાં રહેતા હોય છે. હવે રેખા ફિલ્મો તો નથી કરતા, પરંતુ ક્યારેક ટેલિવિઝન પર ચાલતા રિયાલિટી શોઝમાં હાજરી જરૂર આપી દે છે. તાજેતરમાં પણ રેખા ટીવીના સૌથી પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર 3માં હાજરી આપવા પહોંચ્યા હતા. સુપર ડાન્સર 3ના સેટ પર જ રેખા અચાનક રડી પડ્યા.

rekha



બોલીવુડના દિગ્ગજ એક્ટ્રેસ રેખા સ્પેશિયલ અપિરિયન્સ માટે સુપર ડાન્સર 3માં હાજરી આપવા પહોંચ્યા હતા. પરંતુ આ શોના શૂટિંગ દરમિયાન કંઈક એવી ઘટના બની કે રેખાને તેમના જૂના દિવસો યાદ આવી ગયા અને તે ભાવુક થઈ ગયા. ઘટના કંઈક એવી હતી કે રેખાની હાજરીમાં જ સુપર ડાન્સર 3ના એક કન્ટેસ્ટન્ટે તેમને ટ્રિબ્યુટ આપતા એક શાનદાર પર્ફોમન્સ આપ્યું. આ પર્ફોમન્સ જોઈને રેખાની આંખમાં આંસુ આવી ગયા હતા.


સુપર ડાન્સર 3માં આ સ્પેશિયલ એપિસોડ હતો. જેમાં શોના બે સૌથી જબરજસ્ત પર્ફોમર પર્ફોમન્સ આપી રહ્યા હતા. રેખાની સાથે શિલ્પા શેટ્ટી પણ હાજર હતા ત્યારે કન્ટેસ્ટન્ટ જયશ્રી અને અનુરાધાએ રેખાને ટ્રિબ્યુટ આપતા એક જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું. આ ડાન્સ પરફોર્મન્સ એવી જાનદાર હતી કે રેખા ભાવૂક થઇ ગઇ હતી. જયશ્રી અને અનુરાધાએ એક્ટ્રેસ રેખાને સુપરહિટ સોન્ગ 'દિલ ચીજ ક્યા હૈ..' પર શાનદાર ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું. આ ડાન્સ જોઇ રેખાનાં આસુ આવી ગયા હતાં. તે સીટથી ઉભી તઇ અને બોલી કે આ ખુશીનાં આંસુ છે. રેખાની સાથે શિલ્પા શેટ્ટી પણ આ પરફોર્મન્સ જોઇને ખુબજ ભાવૂક થઇ ગઇ હતી.

આ પણ વાંચોઃ જુઓ કાન્સ ફેસ્ટિવલમાં કંગના રનૌતના અવનવા લૂક્સ


ઉલ્લેખનીય છે કે રેખા સોમવારે ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર 3'નાં સેટ પર પહોંચી હતી. આ માટે સ્પેશલ એપિસોડ રાખવામાં આવ્યો હતો જેનું નામ 'જશ્ન-એ-રેખા' રાખવામાં આવ્યું હતું

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2019 08:52 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK