રેખાએ સૌની સામે રણબીરનું નામ લેતા જ શરમાઈ ગઈ આલિયા, જુઓ Video

Published: Oct 21, 2019, 11:23 IST | મુંબઈ

આઈફા અવૉર્ડમાં રેખાએ રણબીર કપૂરનું નામ લેતા જ આલિયા ભટ્ટ શરમાઈ ગઈ. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આલિયા ભટ્ટ અને રેખા
આલિયા ભટ્ટ અને રેખા

રવિવારે થયેલા આઈફા અવૉર્ડસમાં રેખાએ પોતાની હાજરીથી માહોલ બનાવી દીધો. રેખાએ સ્ટેજ પર એવું કાંઈક કહ્યું કે જેના કારણે આલિયા ભટ્ટ શરમાઈ ગઈ. થયું એવું કે રેખા 20 વર્ષના બેસ્ટ એક્ટરની નામની જાહેરાત કરવી આવી. જે રણબીર કપૂરને આપવામાં આવ્યો. રણબીરના નામની જાહેરાત કરતા પહેલા રેખાએ તેના વખાણ કર્યા.

રેખાએ કહ્યું કે તેઓ ખૂબ જ સારા દિકરા છે, ખૂબ જ સારા કલીગ છે, સારા ભાઈ છે અને સારા અભિનેતા છે. સૌથી મોટી વાત તે સારા વ્યક્તિ છે, જે બાદ રેખાએ રણબીરના નામની જાહેરાત કરી. જો કે રણબીર અવૉર્ડ ફંક્શનમાં નહોત આવ્યા એટલે તેનો અવૉર્ડ અનુરાગ બાસુએ લીધો. પરંતુ વાત અહીંથી અટકી નહીં.

 
 
 
View this post on Instagram

Well said Rekha jii.. Congrats #ranbirkapoor / @neetu54 | Thank You @colorstv Thank You @iifa .. #rekha #iifa2019

A post shared by Rekha Ganesan (@legendary_rekha) onOct 20, 2019 at 11:57am PDT


અવૉર્ડ ફંક્શનના હોસ્ટ આયુષ્મા ખુરાનાએ રેખાને વિનંતી કરી કે તેઓ આલિયા ભટ્ટની ફિલ્મનો ફેમસ ડાયલૉગ બોલે. જે બાદ આલિયા ભટ્ટને સ્ટેજ પર બોલાવવામાં આવી. પરંતુ રેખા ડાયલૉગ બોલે તે પહેલા તેણે કહ્યું કે, રણબીર વિશે હું એક વાત વધુ કહેવા માંગું છું જે હું ભૂલી ગઈ હતી. પરંતુ હવે આલિયા અહીં છે તો હું ઑફીશિયલી એટલું તો બોલી શકું છું કે 'રણબીર ખૂબ જ સારા લવર છે'. રેખાએ એ લાઈન ત્રણેક વાર રીપિટ કરી. રેખાની વાત સાંભળીને આલિયા શરમાઈ ગઈ અને તેમની પાછળ છુપાઈ ગઈ.

 
 
 
View this post on Instagram

My fav moment! Thank you @iifa & @colorstv | #rekha ji with @aliaabhatt #aliabhatt

A post shared by Rekha Ganesan (@legendary_rekha) onOct 20, 2019 at 7:54pm PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK