થઈ જાઓ તૈયાર, આજે રાત્રે નવ વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે KBC માટે રજિસ્ટ્રેશન

Updated: May 01, 2019, 13:40 IST | મુંબઈ

થઈ જાઓ તૈયાર. આજે રાત્રે નવ વાગ્યાથી કૌન બનેગા કરોડપતિનું રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે.

KBC માટે રજિસ્ટ્રેશનની થઈ ગઈ છે શરૂઆત
KBC માટે રજિસ્ટ્રેશનની થઈ ગઈ છે શરૂઆત

ફરી એકવાર મહાનાયક અમિતાભ બચ્ચન નાના પડદે આવવા માટે તૈયાર છે. શોનું  પહેલું ટીઝર રિલીઝ  થઈ ગયું છે. અને આજથી તેના માટે રજિસ્ટ્રેશનની પણ શરૂઆત થઈ જશે. ચલો અમે તમને બતાવીશું કે અમિતાભ સાથે હૉટ સીટ પર બેસવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું રહેશે.


કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન?
રજિસ્ટ્રેશન કરાવવાની મુખ્ય 2 રીતો છેઃ પહેલી છે ઑનલાઈન રીત અને બીજી છે ઑફલાઈન. જુઓ બંને રીતો

kbc-sonyliv.in, આ લિંક પર ક્લિક કરતા જ તેમને ઑનલાઈન એપ્લિકેશન માટે એક ફૉર્મની લિંક નજર આવશે. તમારી સ્ક્રીન પર એક ફૉર્મ ખુલશે. આ ફૉર્મ ભર્યા બાદ તમારી સ્ક્રીન પર એક પોપ અપ નજર આવશે કે તમારું રજિસ્ટ્રેશન પુરું થઈ ગયું છે. આવેદનની બીજી રીત ઑનલાઈન પણ છે.

ઑફલાઈન પ્રોસેસ માટે તમે કેબીસીના રજિસ્ટ્રેશન માટે જાહેર કરવામાં આવેલા નંબર પર કૉલ કરીને IVRના માધ્યમથી આવેદન કરી શકો છો. આ સિવાય સરકારી અધિસૂચનાનો ઉપયોગ કરીને પણ આવેદન કરી શકાય છે. તેના ઈચ્છુક ઉમેદવાર SMSના માધ્યમથી પણ આવેદન કરી શકે છે. આ મામલે જાણકારી શોમાં આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ઑગસ્ટમાં ફરી આવશે અમિતાભ બચ્ચનનો શૉ કૌન બનેગા કરોડપતિ

KBCની 11મી સિઝન
કૌન બનેગા કરોડપતિની 11 સિઝન આવી ચુકી છે. જેમાંથી માત્ર એક જ શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. બાકીની તમામ સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી છે. અહેવાલો પ્રમાણે KBCની શરૂઆત ઑગસ્ટમાં થશે. જેની સાથે સોનીનો શૉ લેડીઝ સ્પેશિયલ ઑફ એર થઈ જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK