એક દુજે કે વાસ્તે 2માં પોતાના પાત્રને લઈને રીમા વોરાએ કહ્યું...

Published: Feb 10, 2020, 15:37 IST | Mumbai Desk

મારા માટે સ્ક્રિપ્ટ અગત્યની છે, કૅરૅક્ટરની ઉંમર નહીં

‘એક દુજે કે વાસ્તે 2’માં એક દીકરીની મમ્મીનું પાત્ર ભજવનાર રીમા વોરા મુજબ સ્ક્રિપ્ટ મહત્ત્વની છે, કૅરૅક્ટરની ઉંમર નહીં. સોની પર આ શો આજે રાતથી શરૂ થવાનો છે. આ શોમાં વર્તમાન સમયની લવ-સ્ટોરીને દેખાડવામાં આવશે. રીમા આ શોમાં એક ટીનેજર છોકરીની મમ્મીના રોલમાં છે. પોતાના રોલ વિશે રીમાએ કહ્યું હતું કે ‘હું આ શોમાં સુમનની મમ્મી અંજલિ તિવારીના રોલમાં જોવા મળીશ. ‘એક દુજે કે વાસ્તે 2’ આ શો આર્મીના બૅકડ્રૉપ પર છે. હું કર્નલ વિજય તિવારીની વાઇફના રોલમાં જોવા મળીશ. અંજલિ એક આદર્શ મમ્મી, આદર્શ પત્ની, આદર્શ પુત્રવધૂ છે જે પોતાની જવાબદારીઓ સમજે છે અને સચોટતાથી એને ભજવે પણ છે. તેનો હસબન્ડ જ્યારે દેશની સેવા કરે છે ત્યારે તે પૂરા પરિવારને એક સૂત્રમાં બાંધી રાખે છે. મેં જ્યારે આ શોની સ્ક્રિપ્ટ વાંચી તો મને એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગી હતી. મારા માટે સ્ક્રિપ્ટ અને પાત્ર અગત્યનાં છે. એ કૅરૅક્ટરની ઉંમરને હું મહત્ત્વ નથી આપતી. પોતાની ઉંમરનાં પાત્રો તો લોકો હંમેશાં સરળતાથી ભજવી શકે છે, પરંતુ જ્યારે પોતાના કરતાં વધુ ઉંમરનાં પાત્રો ભજવવાનાં હોય તો એ ચૅલૅન્જિંગ લાગે છે.’

ભોપાલમાં રિયલ આર્મીની ફૅમિલીઝ સાથે તેમને ચર્ચા કરવાની પણ તક મળી હતી. એ વિશે રીમાએ કહ્યું હતું કે ‘આ શો ભોપાલને દેખાડશે અને શોનું મોટા ભાગનું શૂટિંગ પણ ત્યાનાં રિયલ લોકેશન્સ પર કરવામાં આવ્યું હતું. હું ખૂબ લકી છું કે મને રિયલ આર્મીની ફૅમિલીઝ સાથે વાતચીત કરવાની તક મળી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK