રાકેશ રોશનને જરૂરિયાત કરતાં વધુ સ્ટાફનો ખર્ચ ઉઠાવવો નહોતો અને ફેરફારો બાદ તેનો રોલ નાનો થતાં કામ કરવાની ના પાડી દીધી
બૉલીવુડમાં બધાને ખબર છે કે રાકેશ રોશન એક હદ કરતાં વધારે પ્રોડક્શન-કૉસ્ટને આવકારતા નથી અને જે ખર્ચ બિનજરૂરી હોય એના પર સંપૂર્ણપણે કાપ મૂકતા હોય છે. જોકે ચિત્રાંગદા આ હકીકતથી શરૂઆતમાં અજાણ હશે અને તેની ટીમ ઘણી મોટી હતી. તેના સ્ટાફમાં મેક-અપ આર્ટિસ્ટ, હેરડ્રેસર, અટેન્ડન્ટ અને અન્ય જરૂરિયાત માટેના માણસોનો સમાવેશ થતો હતો. રાકેશ રોશનને તેમનો ખર્ચ માન્ય નહોતો.
ચિત્રાંગદા સિંહનો સુપરપાવર ધરાવતી યુવતીનો રોલ હોવાને કારણે રાકેશ રોશનને લાગ્યું હતું કે તેમણે જે મેક-અપ આર્ટિસ્ટને બોલાવ્યા હતા એ જ પૂરતા છે. એવું પણ કહેવામાં આવતું હતું કે ચિત્રાંગદાનો રોલ શરૂઆતમાં મોટો હતો, પણ સ્ક્રિપ્ટમાં થયેલા અમુક ફેરફારો બાદ તેનો રોલ મહેમાન કલાકાર જેટલો સીમિત થઈ ગયો હતો. હૃતિક રોશન, પ્રિયંકા ચોપડા અને વિવેક ઑબેરૉયની હાજરીમાં પોતાનો રોલ નાનો થઈ જતાં અને આ પ્રકારના પ્રતિબંધ મુકાતાં ચિત્રાંગદાએ કામ કરવાની ના પાડી દીધી હતી.
Srinagar Encounter: શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદી હુમલો, 2 જણ શહીદ
19th February, 2021 14:24 ISTકોરોનાના 1-2 કેસ નોંધાવા પર ઑફિસો નહીં થાય બંધ
16th February, 2021 12:23 ISTMaharashtra: સોલાપુરમાં SUV અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 4નું મોત, 2 ઘાયલ
12th February, 2021 14:25 ISTGujarat :લગ્નપ્રસંગમાં જતી બસમાં થયો અકસ્માત, 2 લોકોનું મોત, 5ને ઈજા
5th February, 2021 14:10 IST