Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રોલ માટે રિયલ અખાડો

22 January, 2021 05:29 PM IST | Rajkot
Mumbai correspondent

રોલ માટે રિયલ અખાડો

રોલ માટે રિયલ અખાડો

રોલ માટે રિયલ અખાડો


હા, આ સાચું છે. સ્ટાર ભારત પર શરૂ થનારા નવા શો ‘અમ્મા કે બાબુ કી બેબી’માં બાબુનો લીડ રોલ કરતો કરણ ખન્ના સિરિયલમાં કુસ્તીબાજનું કૅરૅક્ટર કરે છે, જે હનુમાનજીનો ભક્ત પણ છે. કરણે આ રોલની તૈયારી કરવા માટે સાચે જ કુસ્તી શીખવાનું શરૂ કર્યું છે. તેની ઇચ્છા તો અખાડામાં જઈને કુસ્તી શીખવાની હતી, પણ મુંબઈમાં અખાડા ન હોવાથી તેણે કુસ્તીબાજને શરૂઆતમાં ઘરે અને હવે સેટ પર જ બોલાવવાનું શરૂ કરી દીધું છે. શૂટિંગ પહેલાં એક કલાક કરણ કુસ્તીના પાઠ શીખે છે અને પછી સાચી કુસ્તીમાં તે પોતે ઊતરે છે. કરણ કહે છે, ‘અમ્મીના એકેક બોલને સરઆંખો પર રાખનારા બાબુને અખાડામાં કોઈ પછાડી નથી શકતું. આ કૅરૅક્ટર કરવા માટે રિયલ કુસ્તીબાજ જેવી બૉડી-લૅન્ગ્વેજ પણ હોવી જોઈએ, જે કુસ્તી શીખ્યે જ તમારામાં આવે.’
કરણ ખન્નાએ અત્યાર સુધી ‘બજરંગી ભાઈજાન’ અને ‘સુલતાન’ ફિલ્મ પણ ઑલમોસ્ટ પચાસેક વખત જોઈ લીધી છે. કરણ કહે છે, ‘હું ટ્રાય કરું છું કે બાબુનું જે કૅરૅક્ટર છે એ ‘બજરંગી ભાઈજાન’ના બજરંગી જેવું જ ડેવલપ થાય અને લોકોને બજરંગી જેવું જ બાબુનું કૅરૅક્ટર લવેબલ લાગે.’


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 05:29 PM IST | Rajkot | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK