વાંચો UAEથી પ્રભાસની ફિલ્મ Saahoનો ફર્સ્ટ રીવ્યૂ, મળ્યા આટલા સ્ટાર

Published: Aug 29, 2019, 15:45 IST | દુબઈ

ભારત પહેલા યૂએઈમાં રિલીઝ થઈ ગઈ છે પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો. ચાહકો તેને પૈસા વસૂલ ગણાવી રહ્યા છે.

વાંચો સાહોનો ફર્સ્ટ રીવ્યૂ
વાંચો સાહોનો ફર્સ્ટ રીવ્યૂ

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 30 ઑગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. અને જેમ-જેમ ફિલ્મની રિલીઝનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ચાહકોની રાહ વધી રહી છે. ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી તેણે ખાસ્સી ઉત્સુકતા જગાવી છે. બધા લોકોને રાહ છે કે ક્યારે બાહુબલી પ્રભાસ મોટા પડદા પર આવે. અને હવે તો ફિલ્મનો રીવ્યૂ પણ આવવાના શરૂ થઈ ગયા છે. યૂએઈમાં એન્ટરટેનમેન્ટ જર્નાલિસ્ટ અને સેન્સર બોર્ડના સભ્ય ઉમેર સંધૂએ ટ્વીટ્સના માધ્યમથી જણાવ્યું કે સાહો કેવી ફિલ્મ છે.


સેંસર બોર્ડના સ્ક્રીનિંગ બાદ ઉમેરે સાહોને 5 માંથી 4 સ્ટાર આપ્યા છે. અને પ્રભાસને સૌથી મોટા સ્ટાર ગણાવ્યા છે. ઉમેરના પ્રમાણે, જે દર્શકોને મસાલા ફિલ્મો ગમે છે. સાહો તેમના માટે જ છે. સાહોના એક્શન, સ્ટંટ હેરાન કરી દે તેવા છે. તેમણે લખ્યું કે પ્રભાસની ટક્કરમાં કોઈ નથી. હવે તેઓ આખા ભારતના સ્ટાર છે.

આ પહેલા ઉમેરે 23 ઑગસ્ટે પણ સાહો ફિલ્મ જોઈને ટ્વીટ કરીને તેના વિશે લખ્યું હતું કે સાહોનો ફર્સ્ટ હાફ જબરદસ્ત છે અને પ્રભાસની એન્ટ્રી પૈસા વસૂલ છે. ફિલ્મમાં એક્શન અને ચેઝિંગના દ્રશ્યો રોમાંચિત કરે તેવા છે. પ્રતિનાયકના રૂપમાં પ્રભાસની કાસ્ટિંગ ફિલ્મનો સૌથી મહત્વનો ભાગ છે. સાહોની તેઓ જાન છે. ઉમેર કહે છે કે આ કિરદારમાં પ્રભાસ સિવાય કોઈની કલ્પના કરી શકાય તેમ નથી.


સાહોને સુજિતે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં પ્રભાસ, શ્રદ્ધા સાથે નીલ નીતિન મુકેશ, ચંકી પાંડે, જેકી શ્રૉફ અને મહેશ માંજરેકર છે. બાહુબલી-2 બાદ પ્રભાસ આ ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યા છે. સાહો તેલુગુની સાથે હિંદી, તમિલ અને મલયાલમમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ જુઓઃ મળો અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચીલઝડપની 'રીચા' અને 'વિદ્યા'ને...

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK